દિલ્હીમાં NewsClick ની ઓફિસ સીલ કરાઈ, વિદેશી ફંડિંગ કેસમાં 30થી વધુ જગ્યાઓ પર દરોડા

ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિક પર કથિત વિદેશી ફંડિંગના આરોપોની તપાસમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ઝડપી કાર્યવાહી કરી રહી છે. આ કેસમાં સ્પેશિયલ સેલે છ પત્રકારોના ઘર સહિત ન્યૂઝક્લિક સાથે સંકળાયેલા ઓછામાં ઓછા 30 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે.

અહેવાલો અનુસાર, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અધિકારીઓએ દિલ્હીમાં Newsclickની ઓફિસને સીલ કરી દીધી છે. દિલ્હી પોલીસ UAPA અને અન્ય કલમો હેઠળ ન્યૂઝક્લિક સાથે સંકળાયેલા વિવિધ જગ્યાઓ પર દરોડા પાડી રહી છે.

NewsClick

આ પહેલા દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના અધિકારીઓ ન્યૂઝક્લિકના સ્થાપક અને એડિટર-ઇન-ચીફ પ્રબીર પુરકાયસ્થ સાથે ન્યૂઝક્લિક ઓફિસથી નીકળી ગયા હતા. તેમને સ્પેશિયલ સેલની ઓફિસમાં લાવવામાં આવ્યા હતા.
અહેવાલો અનુસાર, પત્રકાર ઉર્મિલેશ અને સત્યમ તિવારીની અટકાયત કરવામાં આવી છે. આ સાથે પત્રકાર અભિસાર શર્માને પણ દિલ્હી પોલીસ સ્પેશિયલ સાથે લઈ ગઈ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્પેશિયલ સેલે મંગળવારે વહેલી સવારે દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં ન્યૂઝક્લિકની ઓફિસો પ એક સાથે દરોડા પાડ્યા હતા. એક સાથે 50થી વધુ સ્થળોએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.

દરોડા દરમિયાન સ્પેશિયલ સેલે ઘણા ઈલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કર્યા છે. આ ઉપરાંત હાર્ડ ડિસ્કનો ડેટા પણ કબજે કરવામાં આવ્યો છે. ઘણી ફાઈલો જપ્ત કરવામાં આવી છે. 153A અને 120B સહિત UAPA અને IPCની અન્ય કલમો હેઠળ ઓગસ્ટના રોજ નોંધાયેલા કેસના સંદર્ભમાં 17 દરોડા પાડવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, આ પહેલા 10 ઓગસ્ટના રોજ ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ન્યૂઝક્લિક એક વૈશ્વિક નેટવર્કનો ભાગ છે, જેને અમેરિકન અબજોપતિ નેવિલ રોય સિંઘમ પાસેથી ફંડિંગ મળે છે. કહેવાય છે કે સિંઘમના ચીન સરકારના મીડિયા મશીન સાથે નજીકના સંબંધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X