યશવંત સિન્હાએ કહ્યું, મોદી જ બનશે દેશના પ્રધાનમંત્રી!

આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં નરેન્દ્ર મોદી પણ હાજરી આપવા જઇ રહ્યા છે. અને બેઠકમાં ચૂંટણીની રણનીતિ નક્કી કરવામાં આવશે. જ્યારે બીજી બાજું સુત્રો અનુસાર આ બેઠકમાં ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી ગેરહાજર રહે તેવા અનુમાન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ નાણામંત્રી યશંવત સિન્હાએ પહેલા પણ નરેન્દ્ર મોદીને એવી સલાહ આપી હતી કે તેઓ જાહેરમાં કોંગ્રેસ વિરુદ્ધ વધારે બોલવાનું ટાળે. નહીંતર કોંગ્રેસને તેમની પર પ્રહાર કરવાની તકો મળી જશે અને લોકોનું ધ્યાન કોંગ્રેસના કૌભાંડ પરથી હટીને ગુજરાત રમખાણ પર આવી જશે. ત્યારપછી યશવંત સિન્હાએ મીડિયા સામે આવીને પોતાનો વિશ્વાસ રજુ કરતા જણાવ્યુ હતું કે 'હું પૂરેપૂરા વિશ્વાસ સાથે કહું છું કે દેશના નવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ બનશે.'












Click it and Unblock the Notifications
