For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આવતી વખતે ગુજરાતી ખિચડી બનાવીશ': virtual meetingમાં બોલ્યા ઑસ્ટ્રેલિયન પીએમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના પીએમ સ્કૉટ મૉરિસન વચ્ચે ગુરુવારે પહેલી વર્ચ્યુઅલ સમિટ થઈ.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના પીએમ સ્કૉટ મૉરિસન વચ્ચે ગુરુવારે પહેલી વર્ચ્યુઅલ સમિટ થઈ. રાષ્ટ્રીય રાજધાની દિલ્લીથી પીએમ મોદી વાતચીતના ટેબલ પર હતા તે કેનબેરાથી ઑસ્ટ્રેલેયાઈ પીએમ મૉરિન હાજર હતા. પીએમ મોદી અને મૉરિસને એકબીજાનુ અભિવાદન નમસ્તે સાથે કર્યુ. નવ દસ્તાવેજ સાઈન થયા તો મૉરિસને મીટિંગના અંતમાં પીએમ મોદીને મૉરિસને કહ્યુ કે આવતી વખતે તે ગુજરાતી ખિચડી બનાવશે. બંને નેતાઓ વચ્ચે ભારતીય સમયાનુસાર લગભગ સવારે 11 વાગે મુલાકાત શરૂ થઈ હતી.

'કાશ! મને મોદી હગ મળી શકતુ '

'કાશ! મને મોદી હગ મળી શકતુ '

ગુરુવારની વીડિયો કૉન્ફરન્સિંગમાં પીએમ મોદી સાથે થયેલી મીટિંગમાં મૉરિસને કહ્યુ કે, 'કાશ હું ત્યાં હોત અને મને પણ ફેમસ મોદી હદ મળી શકતુ. અને મને તમારી સાથે સમોસા શેર કરવા છે અને અમે આ વીકેન્ડ થોડી મસ્તી કરી છે.' ત્યારબાદ તેમણે કહ્યુ, આવતી વખતે હું ગુજરાતી ખિચડી બનાવીશ જે મને ખબર છે કે તમારી ફેવરિટ છે, તમે પહેલા જણાવ્યુ છે. પીએમ મૉરિસનના જણાવ્યા મુજબ આવતી વખતે તે પીએમ મોદીને મળશે તો તેમને ખિચડી ચખાડવાનુ પસંદ કરશે. મૉરિસનની ઑફર પર સ્મિત કરતા પીએમ મોદીએ તેમની ઑફરનુ સ્વાગત કર્યુ

સમોસા પછી પીએમ મોદીને ખિચડીની ઑફર

સમોસા પછી પીએમ મોદીને ખિચડીની ઑફર

તેમણે કહ્યુ, 'હું તમારી ઑફર વિશે જાણીને ઘણો ખુશ છુ. સમોસા જે તમે બનાવ્યા હતા. તેના વિશે ભારતમાં ઘણી ચર્ચા થઈ છે. હવે તમે ખિચડીનો ઉલ્લેખ કર્યો છે તો આ ગુજરાતીઓને ખુશ કરી દેશે. ઘણા ગુજરાતી પરિવાર ઑસ્ટ્રેલિયામાં રહે છે.' પીએમ મોદીએ મૉરિસનને જણાવ્યુ કે ભારતમાં ખિચડીને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે પરંતુ આ આખા દેશમાં ફેમસ છે. મૉરિસને રવિવારે સમોસા અને કેરીની ચટણી બનાવી હતી. તેણે આનો ફોટો પણ ટ્વિટ કર્યો હતો. મૉરિસને પીએમ મોદીને ટેગ કરીને શેર કર્યુ હતુ. સાથે જ તેમણે પીએમ મોદીને સમોસા પણ ઑફર કર્યા હતા.

બંને નેતાઓ તરફથી જારી થયુ સંયુક્ત નિવેદન

બંને નેતાઓ તરફથી જારી થયુ સંયુક્ત નિવેદન

ગુરુવારે બંને નેતાઓની વર્ચ્યુઅલ મીટિંગ બાદ એક જોઈન્ટ સ્ટેટમેન્ટ પર શેર કરવામાં આવ્યુ. વિદેશ મંત્રાલય તરફથી આપેલી માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ઑસ્ટ્રેલિયાઈ સમકક્ષને કહ્યુ કે ભારત અને ઑસ્ટ્રેલિયા ઉંડા અને વિસ્તૃત સંબંધો શેર કરે છે. પીએમ મોદીના શબ્દોમાં, 'વૈશ્વિક મહામારીના આ કાળમાં આપણી કૉમ્પ્રીહેન્સિવ સ્ટ્રેટેજિક ભાગીદારીની ભૂમિક અને મહત્વપૂર્ણ રહેશે. વિશ્વને આ મહામારીના આર્થિક અને સામાજિક દુષ્પ્રભાવોથી જલ્દી કાઢવા માટે એક પરસ્પર સહયોગની જરૂર છે.'

જાન્યુઆરી થવાનો હતો મૉરિસનનો ભારત પ્રવાસ

જાન્યુઆરી થવાનો હતો મૉરિસનનો ભારત પ્રવાસ

પીએમ મોદીએ ઑસ્ટ્રેલિયાના પીએમ મૉરિસનનો વર્ચ્યુઅલ મીટિંગનુ આમંત્રણ સ્વીકારવા માટે આભાર પણ માન્યો છે. પીએમ મોદીએ એમ પણ કહ્યુ કે ઑનલાઈન મીટિંગ ભારતમાં તેમની વાસ્તવિક હાજરીની જગ્યા તો ન લઈ શકે. સ્કૉટ મ઼રિસનને પહેલા 13થી 16 જાન્યુઆરી અને પછી મેમાં ભારત પ્રવાસ કરવાનો હતો. પરંતુ મહામારીના કારણે આવુ થઈ શક્યુ નહિ. માટે બંને નેતાઓએ નક્કી કર્યુ કે બંને વર્ચ્યુઅલ મીટિંગ દ્વારા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે. મૉરિસને કહ્યુ કે તે ભારત આવવા માટે ઘણા ઉત્સાહિત છે.

SCને કેન્દ્રએ કહ્યુ - લૉકડાઉન દરમિયાન વેતન ચૂકવણી કંપની અને કામદારો વચ્ચેની બાબતSCને કેન્દ્રએ કહ્યુ - લૉકડાઉન દરમિયાન વેતન ચૂકવણી કંપની અને કામદારો વચ્ચેની બાબત

English summary
‘Next time it will be Gujarati Khichdi’ during virtual meeting said Australian PM to PM Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X