PFI સામે NIAનું કડક વલણ, યુપી-બિહાર સહિત 17 સ્થળો પર રેડ કરાઇ
સરકારી સુરક્ષા એજન્સી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ભારતમાં પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર ફરી એકવાર મોટી કાર્યવાહી કરી છે. NIAએ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહાર સહિત અનેક રાજ્યોમાં PFIના 17 સ્થળો પર એક સાથે રેડ કરી છે.
બિહારમાં સૌથી વધુ જગ્યાઓ પર રેડ - જાણકારી અનુસાર NIAએ બિહારમાં સૌથી વધુ 12 જગ્યાઓ પર રેડ કરી છે. એનઆઈએએ પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના સંબંધમાં દરભંગા શહેરના ઉર્દૂ બજારના ડેન્ટિસ્ટ ડૉ. સારિક રઝા અને સિંઘવારા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના શંકરપુર ગામના રહેવાસી મહેબૂબ પર રેડ કરી હતી.

PFI પર ગયા વર્ષે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો - કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગત વર્ષે સપ્ટેમ્બરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) અને તેની આનુષંગિક સંસ્થાઓને 'ગેરકાયદેસર સંગઠનો' તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ ગુપ્તચર એજન્સીને એવા અહેવાલ મળ્યા છે કે, પીએફઆઈએ ફરી એકવાર તેની સક્રિયતા વધારી દીધી છે.
PFI શું છે? - પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે PFI ની રચના 17 ફેબ્રુઆરી, 2007ના રોજ થઈ હતી. દક્ષિણ ભારતના ત્રણ મુસ્લિમ સંગઠનોને મર્જ કરીને આ સંગઠનની રચના કરવામાં આવી હતી. જેમાં કેરળનો નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ, કર્ણાટક ફોરમ ફોર ડિગ્નિટી અને તમિલનાડુની મનીતા નીતિ પાસરાઈનો સમાવેશ થાય છે.
પ્રતિબંધ પહેલા PFIએ દાવો કર્યો હતો કે, આ સંગઠન દેશના 23 રાજ્યોમાં સક્રિય છે. દેશમાં સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ એટલે કે સિમી પર પ્રતિબંધ લગાવ્યા બાદ પીએફઆઈએ ઝડપથી વિસ્તરણ કર્યું હતું. કર્ણાટક, કેરળ જેવા દક્ષિણ ભારતના રાજ્યોમાં આ સંગઠનની ઘણી પકડ હોવાનું કહેવાય છે. તેની ઘણી શાખાઓ પણ છે. તેની રચના બાદથી, PFI પર અસામાજિક અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓના આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે.












Click it and Unblock the Notifications
