નિક્કી અને સાહિલે ઓક્ટોબરમાં જ કરી લીધા હતા લગ્ન, પીડિતાના પિતાએ કહ્યુ - અમે નથી માનતા કે કોઈ લગ્ન થયા
દિલ્લીના ચકચારી નિક્કી યાદવ હત્યાકાંડમાં આરોપી સાહિલ અને મૃતક નિક્કીએ ઓક્ટોબર 2020માં જ લગ્ન કરી લીધા હતા. દિલ્લી પોલીસે આ કેસમાં નવા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
Nikki Yadav Murder Case: દિલ્લીના ચકચારી નિક્કી યાદવ હત્યાકાંડમાં દિલ્લી પોલીસની પૂછપરછમાં રોજ નવા ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી સાહિલ અને નિક્કીના લલગ્ન ઓક્ટોબર 2020માં નોઈડાના એક મંદિરમાં થયા હતા. સાહિલનો પરિવાર તેના લગ્નથી નાખુશ હતો. સાહિલના પરિવારે ડિસેમ્બર 2022માં તેના લગ્ન નક્કી કર્યા અને છોકરીના પરિવારથી છૂપાવ્યુ કે સાહિલે પહેલા નિક્કી સાથે લગ્ન કરી લીધા હતા.

નિક્કીના પિતાએ કહ્યુ - અમને લગ્ન વિશે કોઈ માહિતી નથી
દિલ્લી પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે રિમાન્ડ દરમિયાન સાહિલ અને નિકીના લગ્ન સંબંધિત પ્રમાણપત્રો પણ રિકવર કર્યા છે. નિક્કી યાદવના પિતા સુનીલ યાદવે આ સમગ્ર મામલે કહ્યુ, 'પોલીસ તેની કાર્યવાહી યોગ્ય રીતે કરી રહી છે, અમારી પાસે લગ્નને લઈને કોઈ (દિલ્લી પોલીસના દાવા અંગે કે નિક્કી અને સાહિલના આર્ય સમાજમાં લગ્ન થયા છે) કોઈ માહિતી નથી, અમે માનતા નથી કે કોઈ લગ્ન થયા હતા. પોલીસે મને પૂછપરછ માટે બોલાવ્યો છે, હું જઈશ.

દિલ્લી પોલીસે 5 લોકોની કરી ધરપકડ
ક્રાઈમ બ્રાન્ચનાસ્પેશિયલ સીપી રવિન્દર યાદવે જણાવ્યુ હતુ કે સાહિલ ગેહલોતની નિક્કી યાદવ હત્યા કેસમાં પોલીસ રિમાન્ડમાં પૂછપરછ કરવામાં આવી હતી. નિક્કીની હત્યા કર્યા પછી તેણે તેની સાથે અન્ય સહ-આરોપીઓને આ વિશે જણાવ્યુ અને પછી બધા લગ્ન સમારોહમાં ગયા. તમામ 5 સહ-આરોપી સાહિલના પિતા, બે પિતરાઈ ભાઈઓ, આશિષ, નવીન અને બે મિત્રો અમર અને લોકેશની પણ પૂછપરછ કરવામાં આવી હતી. તેમની ભૂમિકાની ચકાસણી અને ખાતરી કર્યા પછી ધરપકડ કરવામાં આવી હતી. નવીન દિલ્લી પોલીસમાં કૉન્સ્ટેબલ છે.

સાહિલના પિતાને નિક્કીની હત્યા વિશે ખબર હતી
મુખ્ય આરોપી સાહિલ ગેહલોત સિવાય દિલ્લી પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે. સાહિલ ગેહલોતના પિતાની પણ ષડયંત્રમાં મદદ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. સાહિલના પિતા વીરેન્દ્ર સિંહની ત્યારે ધરપકડ કરવામાં આવી જ્યારે પોલીસને ખબર પડી કે તે જાણતા હતા કે તેમના પુત્રએ કથિત રીતે નિકીની હત્યા કરી છે. તેમની સામે IPC કલમ 120B (ગુનાહિત ષડયંત્ર) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
