9 વર્ષની બાળકીએ મોદીને કર્યું એક લાખનું દાન
આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને એક વર્ષ પૂરી થઇ રહ્યું છે ત્યારે દેશના અનેક લોકો આ અંગે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. પણ આ બધામાં 9 વર્ષની બાળકી એકદમ અલગ તરી આવી. જેનું નામ છે મૈલોડી સબનાની.
આ બાળકીએ વડાપ્રધાન કોષમાં 1 લાખ રૂપિયાનું દાન કર્યું એટલું જ નહીં તેને વડાપ્રધાનને મળવાની ઇચ્છા પણ વ્યક્ત કરી. અને મોદીજી પણ ખાસ આ બાળકીને મળવા માટે સમય કાઢ્યો.

હોંગકોંગમાં રહેનારી ભારતીય મૂળની મૈલોડી પીએમને મળી અને કહ્યું"અંકલ મારા ભારતને મહિલાઓ અને દિકરીઓ માટે સેફ બનાવી દો, પ્લીઝ" મૈલોડીની વાત સાંભળીને પીએમની આંખોમાં પણ આંસુ આવી ગયા તેમણે મૈલોડીને પ્રોમિસ કર્યું કે બનતા તમામ પ્રયાસ કરશે.
વધુમાં મૈલોડીએ તેના પિગી બેંક દ્વારા 1 લાખ રૂપિયા જમા કર્યા. જે તેણે વડાપ્રધાનને સોંપ્યા. જો કે આ નાણાં તેણે ગંગા નદીની સફાઇ માટે આપ્યા છે. વધુમાં મૈલોડીએ પીએમને એક સરસ પત્ર પણ લખ્યો. જે નીચે મુજબ છે. ચીન પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદીને શંધાઇમાં મૈલોડી મળ્યા ત્યારે તે ખૂબ જ ખુશ થઇ હતી. ત્યારે તેનો આ સ્વીટ પત્ર વાંચો.













Click it and Unblock the Notifications
