For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Nirbhaya Case: દોષિતોની ફાંસી પર આજે સુનાવણી, કોર્ટ નવું ડેથ વોરન્ટ જાહેર કરી શકે

Nirbhaya Case: દોષિતોની ફાંસી પર આજે સુનાવણી, કોર્ટ નવું ડેથ વોરન્ટ જાહેર કરી શકે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વર્ષ 2012 દિલ્હી ગેંગરેપ મામલામાં આજે દોષિતોની ફાંસીને લઈ પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થનાર છે. માનવામાં આવી રહ્યું છે કે કોર્ટ આજે દોષિતો વિરુદ્ધ નવું ડેથ વોરન્ટ જાહેર કરી શકે છે. તિહાર જેલ પ્રશાસન અને નિર્ભયાના ઘરવાળાઓ તરફથી દાખલ અરજી પર આજે ફરીથી સુનાવણી થશે. પોતાની અરજીમાં અરજદારોએ નિર્ભયાના દોષિતો સામે નવેસરથી ડેથ વોરન્ટ જાહેર કરવાની માંગ કરી છે.

nirbhaya case

ગુજરાતી સમાચારો માટેની ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ, અમારી ચેનલ સબ્સક્રાઈબ કરવા ક્લિક કરો

જ્યારે દોષી પવન કુમાર તરફથી સરકારી વકીલ પહેલીવાર આ મામલે પવનનો પક્ષ રાખશે. જ્યારે તિહાર જેલ પ્રશાસન અને નિર્ભયાના માતા-પિતા ચારેય દોષિતોને જલદીમાં જલદી ફાંસીએ લટકાવવા માટે ડેથ વોરન્ટ જાહેર કરવાની માંગ કરશે. માનવામાં આવી રહ્યું છે કે કોર્ટ આજે નવું ડેથ વોરન્ટ જાહેર કરી શકે છે.

જણાવી દઈએ કે દોષી પવનને સરકારી વકીલ ઉપલબ્ધ કરાવવાાં આવ્યો છે. આજે પહેલીવાર પવન તરફથી વકીલ તપાસ કરશે. પટિયાલા હાઉસ કોર્ટના એડિશનલ સેશન્સ કોર્ટના જજ ધર્મેન્દ્ર રાણા અરજીની સુનાવણી કરશે. પાછલી સુનાવણીમાં કોર્ટે દોષી પવનના કેસને રજૂ કરવા માટે સરકારી વકીલ રવિ કાજીને નિયુક્ત કરવામાં આવ્યા, જે બાદ આજે પવનના વકીલ પહેલીવાર કોર્ટમાં તેના માટે તપાસ કરશે અને જણાવશે કે શું પવન તરફથી ક્યૂરેટિવ કે દયા અરજી દાખલ કરવામા ંઆવી છે કે નહિ. જણાવી દઈએ કે નિર્ભયાના ચારેય દોષીમાંથી માત્ર પવન પાસે જ દયા અરજી કે ક્યૂરેટિવ અરજી કરવાનો વિકલ્પ બચ્યો છે, બાકીના ત્રણેય દોષિતો વિનય, મુકેશ અને અક્ષય પાસે ફાંસીથી બચવા માટે હવે એકેય વિકલ્પ બચ્યા નથી. જો પવનના વકીલ દયા અરજી દાખલ નથી કરતા તો કોર્ટ આજે ચારેય દોષિતો વિરુદ્ધ નવું ડેથ વોરન્ટ જાહેર કરી શકે છે.

ત્રીજીવાર દિલ્હીના સીએમ બન્યા અરવિંદ કેજરીવાલ, પદ અને ગોપનિયતાના શપથ લીધાત્રીજીવાર દિલ્હીના સીએમ બન્યા અરવિંદ કેજરીવાલ, પદ અને ગોપનિયતાના શપથ લીધા

English summary
nirbhaya case: court can issue fresh death warrant against 4 convict
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X