For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયા કેસઃ ફાંસી માટે ચારે નરાધમોના ગળાનુ માપ લેવાયુ, ધ્રૂસકેને ધ્રૂસકે રડ્યા હેવાનો

તિહાર જેલ તરફથી નિર્ભયાના ગુનેગારોને ફાંસી આપવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તેમના ગળાનુ માપ લેવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

પટિયાલા હાઉસ કોર્ટ તરફથી નિર્ભયાના દોષિતો સામે ડેથ વોરન્ટ જારી કરી દેવાયુ છે. ત્યારબાદ ચારે ગુનેગારો મુકેશ, વિનય શર્મા, અક્ષય સિંહ અને પવન ગુપ્તાને 22 જાન્યુઆરીની સવારે 7 વાગે ફાંસી આપી દેવામાં આવશે. આ ચારેને તિહારની જેલ નંબર 3માં ફાંસી પર લટકાવવામાં આવશે. હાલમાં સમાચાર છે કે તિહાર જેલ તરફથી નિર્ભયાના ગુનેગારોને ફાંસી આપવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

ધ્રૂસકેને ધ્રૂસકે રડ્યા હેવાનો...

ધ્રૂસકેને ધ્રૂસકે રડ્યા હેવાનો...

સમાચાર છે કે જેલમાં ડમીથી ફાંસીનો અભ્યાસ કરતા પહેલા શનિવારે ચારે દોષિતોના ગળાનુ માપ લેવામાં આવ્યુ. સાઈઝના હિસાબે જેલ પ્રશાસન ફાંસીનો ગાળિયો તૈયાર કરશે. આ દરમિયાન ચારે દોષિતોની લંબાઈ માપવામાં આવી અને વજન પણ કરવામાં આવ્યુ. મીડિયામાં આવી રહેલા સમાચારો અનુસાર જ્યારે આ ગુનેગારોના ગળાનુ માપ લેવામાં આવી રહ્યુ હતુ તો આખી પ્રક્રિયા દરમિયાન ચારે ગુનેગારો ધ્રસકેને ધ્રૂસકે રડી પડ્યા. તમને જણાવી દઈએ કે જેલ મેન્યુઅલ મુજબ આ બધુ પૂર્વ નિર્ધારિત પ્રક્રિયાનો હિસ્સો છે.

જેલ નંબર 3માં અપાશે ચારેને ફાંસી

જેલ નંબર 3માં અપાશે ચારેને ફાંસી

તમને જણાવી દઈએ કે તિહાર જેલમાં ફાંસીનો તખ્તો જેલ નંબર 3માં છે. જેમાં સંસદ હુમલાના દોષી આતંકવાદી અફઝલને રાખવામાં આવ્યો હતો. આ ચારે હેવાનોએ એક સાથે ફાંસી તખ્તા પર લટકાવવામાં આવી શકે છે. વાસ્તવમાં એશિયાની સૌથી સુરક્ષિત જેલોમાંની એક મનાતી તિહાર જેલ દેશની એવી પહેલી જેલ બની ગઈ છે જ્યાં એક સાથે ચાર તખ્તા ફાંસી માટે તૈયાર છે. હજુ સુધી અહીં ફાંસી માટે એક જ તખ્તો હતો પરંતુ હવે આની સંખ્યા વધારીને 4 કરી દેવામાં આવી છે.

એક દોષીનુ થઈ ચૂક્યુ છે મોત

એક દોષીનુ થઈ ચૂક્યુ છે મોત

ઉલ્લેખનીય છે કે નિર્ભયા ગેંગરેપ કેસમાં છ દોષિતોમાંથી એકનુ જેલમાં જ મોત થઈ ચૂક્યુ છે. જ્યારે એક સગીર દોષી સજા કાપીને જેલમાંથી બહાર આવી ચૂક્યો છે. 16 ડિસેમ્બર, 2012ના રોજ રાતે બનેલી આ હ્રદય કંપાવી દે તેવી ઘટનાથી સમગ્ર દેશ સ્તબ્ધ રહી ગયો હતો. ખૂબ જટિલ અને લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ હવે આ કેસ પોતાના અંજામ સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ પુલવામામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકીઓ ઠાર મરાયા

English summary
Nirbhaya case: Measurement Of Convicts Taken In Tihar Jail Before Dummy Practice.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X