For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયા રેપ કેસ: દોષી પવને હાઇકોર્ટના ફેંસલાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, સરકારી વકીલે ફાંસીની તારીખ

નિર્ભયા કેસમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દોષી મુકેશની દયા અરજીને ફગાવી દીધી હતી. જે બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ફાઇલ દિલ્હી સરકારને મોકલી આપી છે. તિહાડ જેલ વતી સરકારી વકીલે દિલ્હી કોર્ટને જાણ કરી છે

|
Google Oneindia Gujarati News

નિર્ભયા કેસમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દોષી મુકેશની દયા અરજીને ફગાવી દીધી હતી. જે બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ફાઇલ દિલ્હી સરકારને મોકલી આપી છે. તિહાડ જેલ વતી સરકારી વકીલે દિલ્હી કોર્ટને જાણ કરી છે કે રાષ્ટ્રપતિએ દોષી મુકેશની દયા અરજી નામંજૂર કરી છે. સરકારી વકીલે ફાંસીના અમલ માટે નવી તારીખ અને સમય પૂરો પાડવા વિનંતી કરી છે.

દોષિ મુકેશની અરજી નામંજુર

દોષિ મુકેશની અરજી નામંજુર

આ કેસની સુનાવણી સાંજના 4:30 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે. તિહાર જેલ પ્રશાસનને પૂછવામાં આવ્યું છે કે શું દોષી મુકેશને તેની દયા અરજી નામંજૂર થવાની જાણકારી આપવામાં આવી છે. નિર્ભયા કેસના દોષી પવન ગુપ્તાએ પણ દિલ્હી હાઈકોર્ટના ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટે દોષિતની સગીર હોવાની અરજી નામંજૂર કરી હતી. પવનના વકીલે આ અંગે માહિતી આપી હતી.

નિર્ભયાની માતાએ પીએમ મોદીને કરી આ અપીલ

નિર્ભયાની માતાએ નિરાશ થઈને કહ્યું કે, હું મોદીજીને હાથ જોડીને કહેવા માંગુ છું કે 2014માં તમે કહ્યું હતું કે, બહુત હુઆ મહિલાઓ પર વાર, અબકી બાર મોદી સરકાર, વડા પ્રધાન એક બાળકીના મોતની મજાક ન થવા દો. 22મીએ ચાર દોષિતોને ફાંસી લગાડો અને બતાવો કે અમે મહિલાઓ પર અત્યાચાર ગુજારવા નહીં દઈએ. મનીષ સિસોદિયા અને પ્રકાશ જાવડેકરના નિવેદન પર તેમણે કહ્યું કે, જ્યારે આ ઘટના 2012માં બની ત્યારે આ લોકોએ હાથમાં ત્રિરંગો લીધો, સૂત્રોચ્ચાર કર્યા, રેલી કાઢી. પરંતુ હવે તે જ લોકો એક બાળકીના મોત સાથે રમી રહ્યા છે.

નિર્ભયાના પિતાએ દિલ્હી સરકાર પર લગાવ્યો આરોપ

નિર્ભયાના પિતાએ દિલ્હી સરકાર પર આરોપ લગાવ્યો હતો કે જ્યાં સુધી અમે બહાર ન આવ્યા ત્યા સુધી દિલ્હી સરકાર સૂઈ રહી, છેવટે દિલ્હી સરકારે જેલના અધિકારીઓને ફાંસી માટે નોટિસ જાહેર કરવા કેમ કહ્યું નહીં, તો પછી ત્યાં સુધી તેમણે જેલ પ્રશાસનને કંઇ કહ્યું નહીં. તેમણે કહ્યું કે જો ચૂંટણી પહેલા કોઈ નિર્ણય નહીં આવે તો અરવિંદ કેજરીવાલ તેના માટે જવાબદાર રહેશે.

કેજરીવાલે આ વિશે આપ્યું નિવેદન

કેજરીવાલે આ વિશે આપ્યું નિવેદન

આ તરફ દિલ્હીના સીએમ અને આપ નેતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, "દિલ્હી સરકાર હેઠળના તમામ કામો અમે કલાકોમાં જ પૂર્ણ કરી લીધા હતા." અમે આ બાબતે સંબંધિત કોઈપણ કામમાં વિલંબ કર્યો નથી. અમે ઈચ્છીએ છીએ કે ગુનેગારોને વહેલી તકે ફાંસી આપવામાં આવે.

English summary
Nirbhaya Case: Now plea filed by convict Pawan, government lawyer asks court to tell new date of hanging
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X