For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયા કેસઃ ગુનેગાર પવન ગુપ્તાએ કાનૂની સલાહકારને મળવાનો કર્યો ઈનકાર

નિર્ભયાના દોષિતોમાંથી એક પવન ગુપ્તાએ શનિવારે કોર્ટ દ્વારા નિયુક્ત પોતાના કાનૂની સલાહકાર રવિ કાજીને મળવાનો ઈનકાર કરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

વર્ષ 2012માં દિલ્લીમાં થયેલા નિર્ભયા ગેંગરેપ કેસમાં ચારે ગુનેગારોને ફાંસી પર ચડાવવાની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, નવી નવી વાતો સામે આવી રહી છે. દોષિતોમાંથી એક પવન ગુપ્તાએ શનિવારે કોર્ટ દ્વારા નિયુક્ત પોતાના કાનૂની સલાહકાર રવિ કાજીને મળવાનો ઈનકાર કરી દીધો છે. મોતના લેટેસ્ટ વોરન્ટ બાદ પવન ગુપ્તા પાસે પેન્ડીંગ કાનૂની ઉપાયોનો ઉપયોગ કરવા સંબંધિત કોઈ વાતચીત નથી થઈ શકી. તમને જણાવી દઈએ કે નિર્ભયાના ચારે દોષિતો સામે પટિયાલા હાઉસ કોર્ટે નવુ ડેથ વોરન્ટ જારી કરી દીધુ છે. નવા ડેથ વોરન્ટ મુજબ હવે ચારે દોષિતો પવન ગુપ્તા, વિનય શર્મા, મુકેશ સિંહ, અક્ષય કુમાર સિંહને એક સાથે 3 માર્ચની સવારે 6 વાગે તિહાર જેલમાં ફાંસી આપવામાં આવશે.

Pawan Gupta

2 વાર જારી થઈ ચૂક્યુ છે ડેથ વોરન્ટ

દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટ ચારે દોષિતો સામે ડેથ વોરન્ટ જારી કરી ચૂકી છે. આ વર્ષે 7 જાન્યુઆરીએ કોર્ટે પહેલી વાર ડેથ વોરન્ટ જારી કર્યુ હતુ જેમાં 22 જાન્યુઆરીના રોજ ચારે દોષિતોને સવારે 7 વાગે ફાંસી આપવા માટે કહેવામાં આવ્યુ હતુ. ત્યારબાદ 17 જાન્યુઆરીએ કોર્ટે નવુ ડેથ વોરન્ટ જારી કરીને ફાંસીની તારીખ આગળ વધારીને 1 ફેબ્રુઆરી કરી હતી અને ફાંસીનો સમય સવારે 6 વાગે નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ દોષિતો તરફથી કોર્ટ અને રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરવાને કારણે આ દિવસે ફાંસી નહોતી થઈ શકે.

નિર્ભયા કેસ પર એક નજર

તમને જણાવી દઈએ કે 16 ડિસેમ્બર, 2012ની રાતે 23 વર્ષની એક પેરામેડીકલ સ્ટુડન્ટ પોતાના દોસ્ત સાથે દક્ષિણ દિલ્લીના મુનરિકા વિસ્તારમાં બસ સ્ટેન્ડ પર ઉભી હતી. બંને ફિલ્મ જોઈને ઘરે પાછા જવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન તે ત્યાંથી પસાર થઈ રહેલી એક પ્રાઈવેટ બસમાં બેસી ગયા. આ ચાલતી બસમાં એક સગીર સહિત છ લોકોએ યુવતી સાથે ક્રૂરતાપૂર્વક મારપીટ અને ગેંગરેપ કર્યો હતો. ત્યારબાદ તેમણે પીડિતાને ચાલતી બસમાંથી ફેંકી દીધી હતી. ગંભીર રીતે ઘાયલ યુવતીને સારા ઈલાજ માટે એરલિફ્ટ કરીને સિંગાપુર લઈ જવામાં આવી હતી. અહીં 29 ડિસેમ્બર, 2012ના રોજ હોસ્પિટલમાં તેનુ મોત થઈ ગયુ હતુ. ઘટના બાદ પીડિતાને કાલ્પનિક નામ નિર્ભયા આપવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચોઃ આજે આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલનનુ ઉદઘાટન કરશે PM મોદી, ખેલો ઈન્ડિયા ગેમ્સને કરશે સંબોધિતઆ પણ વાંચોઃ આજે આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલનનુ ઉદઘાટન કરશે PM મોદી, ખેલો ઈન્ડિયા ગેમ્સને કરશે સંબોધિત

English summary
Nirbhaya case: One of the death row convicts Pawan Gupta has refused to meet his legal aid counsel Ravi Qazi, in jail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X