નિર્ભયા કેસઃ દોષી વિનય અને મુકેશની ક્યુરેટીવ પિટીશન પર SCમાં આજે સુનાવણી
નિર્ભયા ગેંગરેપ કેસમાં ચારમાંથી બે દોષિતો વિનય કુમાર શર્મા અને મુકેશે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરી છે જેના પર આજે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટના 5 જજો જસ્ટીસ એન વી રમન્ના, અરુણ મિશ્રા, આરએફ નરીમન, આર બનુમથી અને અશોક ભૂષણની બેંચ 2 દોષિતો વિનય શર્મા અને મુકેશ દ્વારા દાખલ અરજીઓ પર સુનાવણી કરશે. ચારે દોષિતોનો ડેથ વોરન્ટ જારી થઈ ચૂક્યો છે.
પહેલા વિનયે ફાંસીથી બચવાના છેલ્લા પ્રયાસમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરી હતી ત્યારબાદ મુકેશે પણ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરી હતી. વિનય કુમાર શર્માના વકીલ એપી સિંહે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરીને ફાંસીની સજા પર રોક લગાવવાની માંગ કરી છે. આ અરજીમાં વિનય તરફથી કહેવામાં આવ્યુ છે કે SCનો વિચાર કરવો જોઈએ કે ઘટના સમયે વિનય માત્ર 19 વર્ષનો હતો. યુવાવસ્થા અને સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિને જોતા કેસની ગંભીરતા ઘટાડવાના ફેક્ટર તરીકે આને લેવુ જોઈએ.
તમને જણાવી દઈએ કે દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે બધા ચારે દોષિતોને 22 જાન્યુઆરીના રોજ સવારે 7 વાગે ફાંસી આપવાનો આદેશ આપ્યો છે. ચારે દોષિતોને જેલ નંબર 3માં ફાંસી અપાવાની છે. નિર્ભયા ગેંગરેપ-મર્ડર કેસમાં ચારે દોષિતોના મોતની સજા સંભળાવવામાં આવ હતી. કોર્ટ દ્વારા ડેથ વોરન્ટ જારી કરાયા બાદ તિહાર જેલમાં ફાંસી આપવાની પ્રક્રિયા ઝડપી બની ગઈ છે. રવિવારે તિહાર જેલમાં ફાંસીની ડમી ટ્રાયલ પણ કરવામાં આવી.
તમને જણાવી કે 16 ડિસેમ્બર, 2012ના રોજ દિલ્લીમાં ચાલતી બસમાં 6 નરાધમોએ નિર્ભયા સાથે હેવનિયત કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને બસમાંથી નીચે ફેંકી દેવામાં આવી હતી. આરોપીઓમાં એક સગીર પણ હતો જેને જુવેનાઈલ કોર્ટમાંહાજર કરવામાં આવ્યો હતો જ્યારે એકે તિહાર જેલમાં આત્મહત્યા કરી લીધી હતી.
આ પણ વાંચોઃ ધૂમ્મસ અને ઠંડીથી લોકો બેહાલ, અહીં વરસાદના અણસાર, ઓરેન્જ એલર્ટ અપાયુ