કેટલે પહોંચ્યો નિર્ભયા કેસ?

નિર્ભયા કેસના આરોપી, મુકેશ સિંહના બહુચર્ચિત ઇન્ટવ્યૂ પછી બધાના મનમાં એક જ સવાલ છે, કે ક્યારે મળશે નિર્ભયાના આરોપીઓને તેમના કર્મોની સજા. આવા જ કેટલાક સવાલો સાથે વનઇન્ડિયાએ જ્યારે તપાસ આદરી તો કંઇક આવી વાત જાણવા મળી.

nirbhaya rape case

2013માં સુપ્રિમ કોર્ટ દ્વારા પસાર કરવામાં આવેલ સુધારા મુજબ મોતની સજાને લગતા કેસને મંજૂર કરવા ત્રણ જજની બેન્ચ હોવી જરૂરી છે. જે આવા મામલે અંતિમ નિર્ણય લઇ શકે. તે મુજબ જ્યારે ઓગસ્ટ 25,2014માં નિર્ભયાનો કેસ હિયરીંગ માટે બેન્ચ સમક્ષ આવ્યો ત્યારે જસ્ટીસ રંજન પ્રકાશ અને જસ્ટીસ એન.વી.રમણે સુપ્રીમ કોર્ટેના આ સુધારા વિષે જણાવીને કેસ સ્થગિત કરી દીધો.
આ વાતને હાલ સાત મહિના થયા છે અને આજ સુધી તેની પર નવા કોઇ જ સમાચાર નથી.

કેમ થઇ રહ્યો છે વિલંબ?

સુપ્રિમ કોર્ટ કેમ આ કેસને કેમ લંબાઇ રહી છે તે મામલે કોઇ અધિકૃત કારણ કોર્ટ પાસે નથી. સુધારા મુજબ 3 જજની સંખ્યાપૂર્તિ નથી થઇ માટે આ કેસ અટકી પડ્યો છે તે જ વાત છે. કાયદાકીય વિશેષજ્ઞાનું માનીએ તો કાર્ટના વિશેષઅધિકાર મુજબ કોર્ટની કાર્યવાહી પર સવાલ કરવાનો આપણે કોઇ હક નથી. વળી આ બેન્ચ માટે કયા જજ પર પસંદગી ઉતરશે અને ક્યારે તે પણ એક મોટો સવાલ છે.

ફાસ્ટ ટ્રેક પર ચાલતા કેસને એવું તો શું થયું?

આ કેસ પર ચાર્જશીટ દાખલ કરાયા બાદ 8 મહિનામાં જ નીચલી અદાલતે તેના પર ચુકાદો આપી દીધો. અને કેસ હાઇ કોર્ટમાં મોતની સજા પર અંતિમ નિર્ણય કરવા મોકલી દેવામાં આવ્યો. હાઇકોર્ટે પણ બે જ મહિનામાં મોતની સજા પર હામી ભરી દીધી હતી.

જેના પગલે આરોપીઓએ મૃત્યુદંડ માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. અને સુપ્રિમ કોર્ટમાં આ કેસ માર્ચ 15, 2014 આવ્યો. પહેલા દિવસે કોર્ટે આ આરોપીઓના મૃત્યુદંડ પર સ્ટે મૂક્યો. અને ત્યારથી આજદિન સુધી આ કેસ ત્યાંનો ત્યાં જ અટકીને રહી ગયો છે.

એટલું જ નહીં જો 3 જજની બેન્ચ બની પણ જાય તો પણ નિર્ભયાના કેસનો ચૂકાદો તરત નહીં આવે. કારણકે આ પહેલા પણ કોર્ટ સામે કેટલાક મૃત્યુદંડના કેસ છે, જેની પર ચર્ચા થવાની બાકી છે. જેના બાદ જ આ કેસનો વારો આવશે.

જો કે આ આખી ઘટનામાં સારા સમાચાર એ છે કે સુપ્રિમ કોર્ટ બાર એસોસિયેશને મળીને 10 માર્ચે નિર્ભયાના કેસ પર એક ઠરાવ પસાર કરવાનું નક્કી કર્યું છે, જે મુજબ એસોસિયેશન સુપ્રિમ કોર્ટને આ કેસ જલ્દી જ હાથ પર લેવાની અપીલ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X