For Quick Alerts
For Daily Alerts
આખરે નિર્ભયાને મળ્યો ન્યાય, ચારેય આરોપીઓની અપાઇ ફાંસી
દેશના પાટનગર, દિલ્હીમાં 16 ડિસેમ્બર, 2012 ના રોજ બનેલા નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસમાં આખરે ચાર આરોપીઓને ફાંસી આપવામાં આવી છે. ચોથા ડેથ વોરંટ મુજબ નિર્ભયાના ચાર આરોપીઓને 20 માર્ચ, 2020 ના રોજ સવારે 5:30 વાગ્યે ફાંસી આપવામાં આવી હતી. આ કામ કરવા માટે મેરઠના પવન હેંગમેનને દિલ્હી બોલાવવામાં આવ્યો હતો. ફાંસી પૂર્વે તિહાડ જેલની બહાર લોકોના મોટા ટોળા એકઠા થઈ ગયા હતા.
ચારેય દોષીઓને તિહાર જેલમાં મળીને ફાંસી આપવામાં આવી હતી. નિર્ભયાની માતાએ કહ્યું કે આ દેશની દીકરીઓની જીત છે. ઉલ્લેખનિય છેકે આખી રાત સુનવણી ચાલ્યા પછી ચારેય આરોપીઓને ફાંસી આપવામાં આવી હતી.
નિર્ભયા કેસઃ દિલ્હી હાઈકોર્ટે દોષિતોની ફાંસીનો રસ્તો સાફ કર્યો, પવનની અરજી ફગાવી