For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયાના ચારે નરાધમોને એકસાથે અપાશે ફાંસી, આ છે તિહાર જેલનો પ્લાન!

નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં ફાંસીની સજાનો સામનો કરી રહેલ ચાર દોષિતો અક્ષય, વિનય, મુકેશ અને પવનને ફાંસી આપવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે.

|
Google Oneindia Gujarati News

નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં ફાંસીની સજાનો સામનો કરી રહેલ ચાર દોષિતો અક્ષય, વિનય, મુકેશ અને પવનને ફાંસી આપવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. એવા સમાચાર છે કે તિહાર જેલમાં બંધ આ ચારે નરાધમોને એકસાથે ફાંસીના તખ્તે લટકાવવામાં આવી શકે છે. વાસ્તવમાં એશિયાની સૌથી સુરક્ષિત જેલોમાંની એક મનાતી તિહાર જેલ દેશનુ એવુ પહેલુ કારાગાર થઈ ગયુ છે જ્યાં એક સાથે ચાર તખ્તા ફાંસી માટે તૈયાર છે. અત્યાર સુધી અહીં ફાંસી માટે એક જ તખ્તો હતો પરંતુ હવે આ સંખ્યા વધારીને 4 કરી દેવામાં આવી છે.

લોકનિર્માણ વિભાગે પૂરુ કર્યુ કામ

લોકનિર્માણ વિભાગે પૂરુ કર્યુ કામ

ત્યારબાદથી આ સમાચાર ફેલાઈ રહ્યા છે કે નિર્ભયાના દોષિતોને એકસાથે ફાંસી પર લટકાવવામાં આવશે. મીડિયા સૂત્રના જણાવ્યા મુજબ તિહાર જેલની અંદર તખ્તો તૈયાર કરવાનુ કામ લોક નિર્માણ વિભાગે પૂરુ કરી લીધુ છે. જો નિર્ભયાના દોષિતોને ફાંસી આપવામાં આવશે તો આવુ પહેલી વાર બનશે જ્યારે એકસાથે ચાર જણને તિહાર જેલમાં ફાંસી આપવામાં આવશે.

રંગા-બિલ્લાને એકસાથે ફાંસી

રંગા-બિલ્લાને એકસાથે ફાંસી

આ પહેલા 1982માં રંગા-બિલ્લાને એકસાથે ફાંસી આપવામાં આવી હતી. બંનેને એક જ તખ્તા પર ફાંસી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ક્યુરેટિવ પિટીશન અને રાષ્ટ્રપતિ પાસે દયા અરજી આપવા સિવાય આ ચારે દોષિતો પાસે કોઈ અન્ય વિકલ્પ નહિ બચે. બંને તરફથી અરજી ફગાવી દેવાયા બાદ બધા ચારે નરાધમોને તિહાર જેલમાં ફાંસી આપવામાં આવશે. તમને જણાવી ધઈ કે આ પહેલા નિર્ભયા ગેંગરેપના ગુનેગાર અક્ષય ઠાકુરની પુનર્વિચાર અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે નિર્ભયા કેસમા તપાસ અને ટ્રાયલ એકદમ યોગ્ય થઈ. દોષિતોએ આના પર સવાલ ઉઠાવ્યા હતા, આ કેસમાં સુનાવણી દરમિયાન અક્ષયનાવકીલે નિર્ભયાના દોસ્તના કથિત ખુલાસાનો હવાલો આપ્યો હતો જેને કોર્ટે અપ્રાસંગિક ગણાવ્યો હતો.

આ પણ વાંચોઃ પ્રિયા પ્રકાશ વૉરિયરે ફરીથી શેર કર્યો આંખ મારતો વીડિયો, ફેન્સ થયા ક્રેઝીઆ પણ વાંચોઃ પ્રિયા પ્રકાશ વૉરિયરે ફરીથી શેર કર્યો આંખ મારતો વીડિયો, ફેન્સ થયા ક્રેઝી

એક દોષીનુ થઈ ચૂક્યુ છે મોત

એક દોષીનુ થઈ ચૂક્યુ છે મોત

ઉલ્લેખનીય છે કે નિર્ભયા ગેંગરેપ કેસમાં છ દોષિતોમાંથી એકનુ જેલમાં જ મોત થઈ ચૂક્યુ છે. જ્યારે એક સગીર દોષી સજા કાપીને જેલમાંથી બહાર આવી ચૂક્યો છે. 16 ડિસેમ્બર, 2012ની રાતે થયેલી આ હ્રદય કંપાવી દેતી ઘટનાથી દેશ સ્તબ્ધ રહી ગયો હતો. જટિલ અને લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ હવે આ કેસ પોતાના અંજામ સુધી પહોંચતો દેખાઈ રહ્યો છે. સામૂહિક દુષ્કર્મ તેમજ હત્યાના આ કેસમાં દોષી મુકેશ, પવન શર્મા, અક્ષય ઠાકુર અને વિનય શર્માને ફાંસી આપવાની તૈયારી થઈ રહી છે.

English summary
Nirbhaya gangrape and murder case: Tihar Jail says Sources all Four convicts can be Hanged Together
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X