For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયા કેસઃ 22 જાન્યુઆરીએ 4 દોષિતોને અપાનાર ફાંસીમાં હજુ થઈ શકે છે વિલંબ

ચારે દોષિતો અક્ષય, મુકેશ, વિનય અને પવનને 22 જાન્યુઆરીનો રોજ અપાનાર ફાંસીમાં હજુ થોડો વિલંબ થઈ શકે છે અને તેમની ફાંસી હજુ અમુક દિવસ લંબાઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

નિર્ભયા ગેંગરેપ-મર્ડર કેસમાં ચારે દોષિતોનુ ડેથ વોરન્ટ જારી કરાયા બાદ તિહાર જેલમાં હલચલ વધી ગઈ છે. તિહાર જેલ પ્રશાસને યુપીની જેલોમાંથી બે જલ્લાદ પણ માંગ્યા છે. ચારે દોષિતોને તિહાર જેલમાં 22 જાન્યુઆરીના રોજ સવારે સાત વાગે ફાંસી આપવાની છે. જેલમાં ફાંસીની ડમી ટ્રાયલ પણ શરૂ થઈ ચૂકી છે. વળી, ચારે દોષિતો અક્ષય, મુકેશ, વિનય અને પવનને 22 જાન્યુઆરીનો રોજ અપાનાર ફાંસીમાં હજુ થોડો વિલંબ થઈ શકે છે અને તેમની ફાંસી હજુ અમુક દિવસ લંબાઈ શકે છે.

દોષી વિનયે દાખલ કરી છે ક્યુરેટિવ પિટીશન

દોષી વિનયે દાખલ કરી છે ક્યુરેટિવ પિટીશન

વાસ્તવમાં નિર્ભયા કેસના ચાર દોષિતોમાંથી એક વિનય કુમાર શર્માના વકીલ એ પી સિંહે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરીને ફાંસીની સજા પર રોક લગાવવાની માંગ કરી છે. આ અરજીમાં વિનયના વકીલે કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટે વિચાર કરવો જોઈએ કે ઘટનાના સમયે વિનય માત્ર 19 વર્ષનો હતો. યુવાવસ્થા અને સામાજિક-આર્થિક પૃષ્ઠ ભૂમિને જોતા કેસની ગંભીરતા ઘટાડવાના ફેક્ટર તરીકે આને લેવુ જોઈએ. આ અરજી પર આગામી અમુક દિવસોમાં સુનાવણી થઈ શકે છે. જો કે અન્ય ત્રણે દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં આવી કોઈ અરજી કરી નથી.

દયા અરજીનો વિકલ્પ

દયા અરજીનો વિકલ્પ

જ્યારે બીજી તરફ ક્યુરેટિવ પિટીશન ફગાવી દેવાની સ્થિતિમાં રાષ્ટ્રપતિ પાસે સજા ઘટાડવા માટે દયા અરજી કરવાનો વિકલ્પ પણ છે. દોષી દ્વારા મોકલવામાં આવેલી આ દયા અરજીને રાષ્ટ્રપતિ ફગાવી શકે છે અથવા પછી તે મોતની સજાને ઘટાડી પણ શકે છે. આ બંને બચેલા વિકલ્પોને જોતા એવુ સંભવ છે કે ફાંસીની સજા હજુ થોડા દિવસ લંબાઈ શકે છે. સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન પર સુનાવણી હજુ થઈ નથી. પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા જારી ડેથ વોરન્ટ મુજબ ચારે દોષિતને 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપવાની છે.

શું હોય છે ક્યુરેટિવ પિટીશન

શું હોય છે ક્યુરેટિવ પિટીશન

ક્યુરેટિવ પિટીશનને ઉપચાર અરજી પણ કહેવાય છે. આ અરજી પુનર્વિચારથી થોડી અલગ હોય છે અને આમાં ચુકાદા સાથે સંબંધિત અમુક ખાસ બિંદુઓને ઉઠાવવામાં આવે છે અને અદાલતને વિનંતી કરવામાં આવે છે કે આના ધ્યાન આપવાની જરૂર છે. જો કે ફરીથી આ સુપ્રીમ કોર્ટ પર જ નિર્ભર કરે છે કે ક્યુરેટિવ પિટીશનને સાંભળવા પર વિચાર કરે કે પછી તેને પુનર્વિચાર અરજીની જેમ જ ધરમૂળથી ફગાવી દે.

સાત વર્ષ પહેલા નિર્ભયા સાથે 6 હેવાનોએ કર્યો હતો ગેંગરેપ

સાત વર્ષ પહેલા નિર્ભયા સાથે 6 હેવાનોએ કર્યો હતો ગેંગરેપ

તમને જણાવી દઈએ કે સાત વર્ષ પહેલા 16 ડિસેમ્બર, 2012ના રોજ દિલ્લીમાં નિર્ભયા સાથે ચાલતી બસમાં 6 નરાધમોએ હેવાનિયત કરી હતી અને ત્યારબાદ પીડિતાને બસ નીચે ફેંકી દીધી હતી. આ નરાધમોએ નિર્ભયા સાથે હેવાનિયતની બધી હદો પાર કરી દીધી હતી. થોડા દિવસો બાદ જ ઈલાજ દરમિયાન નિર્ભયાએ દમ તોડી દીધો હતો. આ જધન્ય દૂર્ઘટના માટે દેશભરમાં જોરદાર પ્રદર્શન થયા હતા અને દોષિતોને ફાંસી આપવાની માંગ ઉઠી હતી.

આ પણ વાંચોઃ ઈરાને માન્યુ, ભૂલથી ક્રેશ થઈ ગયુ હતુ યુક્રેનનુ વિમાન, 176 મુસાફરો માર્યા ગયા હતાઆ પણ વાંચોઃ ઈરાને માન્યુ, ભૂલથી ક્રેશ થઈ ગયુ હતુ યુક્રેનનુ વિમાન, 176 મુસાફરો માર્યા ગયા હતા

English summary
nirbhaya gangrape case: all four convicts execution may get delayed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X