
નિર્ભયા કાંડ: બોયફ્રેન્ડની શર્મજનક હરકતોનો ખુલાસો કર્યો
16 ડિસેમ્બર 2012ન રોજ દિલ્હીના નિર્ભયા ગેંગરેપ કેસે આખા દેશને હચમચાવી મૂક્યો હતો. તે સમયે દિલ્હી સહિત આખા દેશમાં તેના વિરોધમાં પ્રદર્શન થયા હતા. ત્યારબાદ કેન્દ્રમાં શાસિત મનમોહન સરકારે રેપને લઈ એક નવો કાયદો બનાવ્યો હતો. વરિષ્ઠ પત્રકાર અજીત અંજુમ જે બે ટીવી ચેનલમાં મેનેજીંગ એડિર રહી ચૂક્યા છે. તેમણે આ મામલે ખુલાસો કરીને જણાવ્યુ કે નિર્ભયાનો સાથી જે ગેંપરેપ સમયે તેની સાથે બસમાં સવાર હતો, તેણે તે સમયે પૈસા લઈને ટીવી ચેનલોને ઈન્ટરવ્યુ આપ્યા.

નિર્ભયાના મિત્રને લઈ સનસની ફેલાવતો ખુલાસો
સિનિયર પત્રકાર અજીત અંજુમે શનિવારે સવારે ટ્વિટર પર સતત ટ્વીટ કરીને આ ખુલાસા કર્યા છે. તેમણે પોતાના પહેલા ટ્વીટમાં લખ્યુ કે #Netflix પર મોડી રાત સુધી #Delhi Crime જોઈ વિચલિત થતો રહ્યો. નિર્ભયા રેપ કાંડ પર છે આ સીરીઝ. મને યાદ આવી ગયુ કે નિર્ભયાનો એ મિત્ર જે ગેંગરેપ સમયે બસમાં તેની સાથે હતો, જે પોતાની મિત્ર સાથે થયેલ આ હેવાનિયતનો સાક્ષી હતો તેની વિશે એક હકીકત જણાવવા જઈ રહ્યો છું કે જે આજ સુધી છૂપાયેલું હતુ. તેમણે બીજુ ટ્વીટ કરીને લખ્યુ કે આ ઘટના સપ્ટેમ્બર 2013ની છે. નિર્ભયા રેપ કાંડના આરોપીઓને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મોતની સજા સંભળાવવામાં આવી હતી. તમામ ચેનલો નિર્ભયા કાંડ વિશે સતત કવરેજ આપી રહી હતી. તે સમયે હું ન્યુઝ 24નો મેનેજીંગ એડિટર હતો. નિર્ભયાનો મિત્ર કેટલીક ચેનલો પર આ દર્દભરી ઘટનાની કહાણી સંભળાવી રહ્યો હતો.

સ્ટુડિયોમાં આવવાના લેતો હતો પૈસા
તેમણે ટ્વીટ કરીને લખ્યુ કે મેં પણ મારા રિપોર્ટર્સને નિર્ભયાના આ મિત્રને સ્ટુડિયોમાં લાવવાની જવાબદારી સોંપી. થોડી વારમાં મને જણાવવામાં આવ્યુ કે તેનો મિત્ર પોતાના કાકા સાથે સ્ટુડિયો જાય છે અને તેના બદલે હજારો રૂપિયા લે છે. સાંભળીને મને પહેલા વિશ્વાસ થયો નહિં. તે છોકરા પર મને ખૂબ ગુસ્સો આવ્યો. હું એ વાતે ગુસ્સે થયો કે જે છોકરાની નજર સામે તેની ગર્લફ્રેન્ડ પર ગેંગરેપ થયો અને તે દુનિયાથી ચાલી ગઈ, તેની દાસ્તાન સંભળાવવાને બદલે આ છોકરો ચેનલો પાસે ડીલ કરી રહ્યો છે. હું તેને સતત ટીવી પર જોઈ રહ્યો હતો. મને ક્યારેય તેની આંખોમાં દર્દ દેખાયુ નહિં.
|
મેં સ્ટિંગ કરવાનો કર્યો નિર્ણય
અજીત અંજુમે સતત ટ્વીટ કરતા જણાવ્યુ કે મેં પૈસા માંગતા અને પૈસા લેતા આ છોકરાનું સ્ટીંગ કરી તેને ઓન એયર એક્સપોઝ કરવાનું નક્કી કર્યુ. તેની જગ્યાએ મે પોતાને મુકીને અનેકવાર વિચાર્યુ કે જે મિત્રની ચીસો તેના કાનમાં ગુંજી હશે તે પૈસા લઈને કહાની સંભળાવે? મે રિપોર્ટરની સામે બેસીને તે છોકરાના કાકા સાથે મોબાઈલ પર વાત કરી. તેણે એક લાખ લઈ સ્ટુડિયોમાં આવવાની વાત કરી. પૈસા ઓછા કર્યા બાદ 70 હજાર પર વાત નક્કી થઈ. મૈં વિચાર્યુ કે ક્યાંક કાકા ભત્રીજાને નામે તો પૈસા નથી લઈ રહ્યા. હું ઈચ્છતો હતો કે પૈસા આ છોકરાની સામે આપવામાં આવે.

સ્ટુડિયો ઈન્ટરવ્યુ માટે 70 હજાર આપ્યા
અજીત અંજુમે પોતાના ટ્વીટમાં ખુલાસો કરતા કહ્યુ કે, નિર્ભયાના આ મિત્રની સામે સ્ટુડિયોમાં ઈન્ટરવ્યુ માટે 70 હજાર આપવામાં આવ્યા. ખુફિયા કેમેરાથી આ બધુ જ રેકોર્ડ થયુ. ત્યાર બાદ તેને સ્ટુડિયો લઈ જવામાં આવ્યો. દસ મિનિટની વાતચીત બાદ ઓનએયર જ આ છોકરાને પૂછવામાં આવ્યુ કે તમે નિર્ભયાની દર્દનાક કહાણી સંભળાવવા માટે પૈસા લો છો? તેમણે આગળ લખ્યુ કે અમે નક્કી કર્યુ હતુ કે આ શો પહેલા રેકોર્ડ કરીશું, પછી નક્કી કરીશું કે શું કરવું છે. તે છોકરો સતત પૈસા લેવાની ના પાડતો રહ્યો અને ત્યાર બાદ તેને રેકોડિંગ દરમિયાન ઓન સક્રિન પૈસા લેતા તેનું સ્ટીંગ દેખાડવામાં આવ્યુ. ત્યારે તેના હોશ ઉડી ગયા. કેમેરા સામે તેણે માફી માંગી.

હું પોતે તેનું અપમાન કરતો રહ્યો
અજીત અંજુમે આગળ ટ્વીટ કરતા જણાવ્યુ કે ન્યુઝ 24ના સ્ટુડિયોની બહાર આવ્યા બાદ હું પોતે તેને અપમાનિત કરતો રહ્યો. મારો ગુસ્સો માત્ર એ વાત પર હતો કે તારી મિત્ર તારી આંખોની સામે આ હેવાનિયતનો ભોગ બની છે, તુ બચી ગયો અને તે મરી ગઈ અને તું આ આખી વારદાત સંભળાવવા માટે ન્યુઝ ચેનલો પાસેથી પૈસા લઈ કમાઈ રહ્યો છે? તેમણે આગળ ટ્વીટ કરીને લખ્યુ કે બીજા માળે સ્ટુડિયોથી લઈને નીચેના ગ્રાઉન્ડ ફ્લોર ન્યુઝ રૂમના સાથીઓ ભેગા થઈ ગયા હતા, બધા જ ગુસ્સામાં હતા કે આ છોકરાએ નિર્ભયાની કહાણી સંભળાવવાને પોતાની કમાણીનો રસ્તો બનાવી લીધો છે. બધા જ ઈચ્છતા હતા કે તરત જ આ આખો શો ઓન એયર થાય જેથી લોકોને તેની હકીકત ખબર પડે.

આ કારણે ન કર્યો ઓનએયર
તેમણે ટ્વીટ કરીને લખ્યુ કે નિર્ભયાના આ મિત્રને હું જેટલું સંભળાવવા ઈચ્છતો હતો તેટલું સંભળાવી ચૂક્યો હતો. તેના સ્ટીંગને ઓનએયર કરવા માટે આખો ન્યુઝ રૂમ એક તરફ અને હું એક તરફ હતો. રિકોડિંગ બાદ મેં ઓન એયર ન કરવાનો નિર્ણય કર્યો. રેકોડિંગ બાદ મને લાગ્યુ કે ક્યાંક આરોપીઓનો વકીલ તેનો ઉપયોગ પોતાના પક્ષમાં ન કરે.

શું હતો નિર્ભયા કેસ
16 ડિસેમ્બર 2012ની રાતે 23 વર્ષની નિર્ભયા, જે પેરામેડિકલની વિદ્યાર્થી હતી. તે ફિલ્મ જોયા બાદ પોતાના મિત્ર સાથે બસમાં સવાર થઈ મુનિરકાથી દ્વારકા જઈ રહી હતી. તે સમયે બસમાં તેની સાથે બીજા 6 લોકો હતા. થોડા સમય બાદ આ લોકોએ નિર્ભયા સાથે છેડછાડ શરૂ કરી. તેના મિત્રએ વિરોધ કરતા તેને ખરાબ રીતે મારી બેહોશ કરી દેવાયો. ત્યારબાદ તે લોકોએ ચાલતી બસે નિર્ભયા સાથે ગેંગરેપ કર્યો અને પ્રાઈવેટ પાર્ટસમાં લોખંડની રોડ નાખી દીધી. આ લોકોએ ગેંગરેપ કર્યા બાદ તેને મહિપાલપુરની પાસે વસંત વિહાર વિસ્તારમાં ચાલતી બસથી ફેકી દીધી.

સુપ્રિમ કોર્ટે સંભળાવી મોતની સજા
20 ડિસેમ્બર 2012ના રોજ નિર્ભયાને દિલ્હીના સફદરગંજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, તેની સ્થિતિમાં સુધારો ન થતા તેને સિંગાપુર મોકલવામાં આવી. ત્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ. ત્યાર બાદ ફાસ્ટ ટ્રેક કોર્ટે પાંચ દોષીઓ પર આરોપ નક્કી કર્યો. ત્યાંજ એક આરોપી રામ સિંહ જેણે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી અને તેમાંનો એક બીજો આરોપી સગીર હતો તેને જુવેનાઈલ બોર્ડે ગેંગરેપ અને હત્યાનો દોષી માન્યો. તેને 3 વર્ષ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યો. ત્યાર બાદ 5 મે 2017માં સુપ્રિમ કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી.
આ પણ વાંચો: હરિયાણા ચૂંટણીઃ કોંગ્રેસ પર નિશાન સાધીને સીએમ ખટ્ટરે સોનિયા ગાંધી પર કરી વિવાદિત ટિપ્પણી