For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીસો પાડવાનું બંધ કરો, નહીં તો બહાર ફેંકાવી દઈશ: નીતિન ગડકરી

ભાજપના સિનિયર નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બુધવારે મહારાષ્ટ્રના નાગપુરમાં એક જનસભા સંબોધિત કરતા સમયે ગુસ્સે થઇ ગયા.

|
Google Oneindia Gujarati News

ભાજપના સિનિયર નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બુધવારે મહારાષ્ટ્રના નાગપુરમાં એક જનસભા સંબોધિત કરતા સમયે ગુસ્સે થઇ ગયા. ખરેખર નીતિન ગડકરી જે સમયે રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ અલગ રાજ્યના સમર્થનમાં નારેબાજી શરુ કરી દીધી. નીતિન ગડકરીએ તેના પર રોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે જો તેવી આવું જ ચાલુ રાખશે, તો તેઓ તેમને બહાર ફેંકાવી દેશે.

આ પણ વાંચો: મૂત્રનો ભંડાર હશે, તો દેશમાં યુરિયાની આયાત નહીં કરવી પડે: નીતિન ગડકરી

નીતિન ગડકરીએ નિયંત્રણ ગુમાવ્યું

નીતિન ગડકરીએ નિયંત્રણ ગુમાવ્યું

નીતિન ગડકરીએ બુધવારે નાગપુરમાં એક રેલી સંબોધિત કરી. આ રેલીમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પાર્ટીના બીજા સિનિયર નેતાઓ પણ હતા. પોતાના ભાષણ દરમિયાન નીતિન ગડકરી ત્યારે પોતાનું નિયંત્રણ ગુમાવી બેઠા, જયારે કેટલાક લોકોએ નારેબાજી શરુ કરી દીધી. ભીડમાં હાજર રહેલા કેટલાક લોકોએ અલગ વિદર્ભના પક્ષમાં નારા લગાવવાના શરુ કર્યા અને મીડિયાના લોકો તરફ પર્ચીઓ ફેંકી. નીતિન ગડકરીએ પહેલા તેમને શાંત થવા માટે કહ્યું. તેમને કહ્યું કે જે લોકો ચીસો પાડવાનું ચાલુ રાખશે, તો તેમને બહાર કાઢવામાં આવશે. તેમને કહ્યું કે આ બધાને બહાર કાઢો.

દેવેન્દ્ર ફડણવીસના વખાણ કર્યા

દેવેન્દ્ર ફડણવીસના વખાણ કર્યા

નીતિન ગડકરીએ દેવેન્દ્ર ફડણવીસના વખાણ કરતા કહ્યું કે તેમના નેતૃત્વમાં નાગપુર અને વિદર્ભમાં ચારેબાજુ વિકાસના કામો થઇ રહ્યા છે. ગડકરી અને ફડણવીસ બંને નાગપુરથી જ આવે છે. તેમનો બંનેનો વિચાર છે કે નાગપુરને મહારાષ્ટ્રની બીજી રાજધાની બનાવવામાં આવે અને તે ક્ષેત્રનું સૌથી મોટું શહેર બને. નીતિન ગડકરીએ રેલીને સંબોધિત કરતા કહ્યું કે નાગપુરને મહારાષ્ટ્રની બીજી રાજધાની તરીકે વિકસાવવું જોઈએ અને અમે નાગપુર અને વિદર્ભ ક્ષેત્રને એક સાથે લાવવા માંગીયે છે.

ભાજપ અને શિવસેનામાં વિદર્ભ અંગે મતભેદ

ભાજપ અને શિવસેનામાં વિદર્ભ અંગે મતભેદ

વિદર્ભ કપાસ ઉત્પાદનનું મુખ્ય ક્ષેત્ર છે. છેલ્લા કેટલાક દાયકાઓથી અહીં અલગ રાજ્ય માટે આંદોલન ચાલી રહ્યું છે. ભાજપ આ વિસ્તારના સારા વિકાસ અને કુશળ પ્રશાશન માટે અલગ વિદર્ભ રાજ્યનું સમર્થન કરે છે. પરંતુ તેમના સહયોગી શિવસેના મહારાષ્ટ્રના વિભાજનનો વિરોધ કરે છે.

English summary
nitin gadkari lost his temper after raising slogans in Nagpur rally
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X