For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મૂત્રનો ભંડાર હશે, તો દેશમાં યુરિયાની આયાત નહીં કરવી પડે: નીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશમાં યુરિયાની આયાતથી બચવા માટે નવો રસ્તો સૂઝવ્યો છે. તેમને કહ્યું કે દેશમાં મૂત્ર ઘ્વારા યુરિયાનું નિર્માણ થવું જોઈએ.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશમાં યુરિયાની આયાતથી બચવા માટે નવો રસ્તો સૂઝવ્યો છે. તેમને કહ્યું કે દેશમાં મૂત્ર ઘ્વારા યુરિયાનું નિર્માણ થવું જોઈએ. જો આવું થશે તો દેશને યુરિયા બહારથી મંગાવવાની જરૂર નહીં પડે. તેમને આ વાત નાગપુર નગર નિગમમાં મેયર ઇનોવેશન એવોર્ડ સમારોહમાં લોકોને સંબોધિત કરતા કહી. તેમને કહ્યું કે માનવ મૂત્ર જૈવિક ઇંધણ બનાવવા માટે ઉપયોગી થઇ શકે છે અને તે એમોનિયમ સલ્ફેટ અને નાઇટ્રોજન પણ પેદા કરી શકે છે.

આ પણ વાંચો: જો કોઈએ જાતિવાદ વિશે વાત કરી તો તેની પિટાઈ કરીશઃ નીતિન ગડકરી

આખો દેશ મૂત્ર ભંડાર કરે તો યુરિયા આયાતની જરૂર નહીં પડે

આખો દેશ મૂત્ર ભંડાર કરે તો યુરિયા આયાતની જરૂર નહીં પડે

નીતિન ગડકરીએ કહ્યું કે મેં હવાઈ મથકો પર મૂત્ર ભંડાર કરવા માટે કહ્યું છે. આપણે યુરિયાની આયાત કરીયે છે પરંતુ જો આખો દેશ મૂત્રનો ભંડાર કરવાનું શરુ કરે તો આપણે યુરિયા બહારથી મંગાવવાની જરૂર નહીં પડે અને કઈ પણ બરબાદ નહીં થાય. તેમને કહ્યું કે અન્ય લોકો મારો સહયોગ નથી કરતા કારણકે મારા વિચારો શાનદાર હોય છે. તેમને કહ્યું કે નગર નિગમ પણ મદદ નહીં કરે કારણકે સરકારમાં લોકોને આ રીતે પ્રશિક્ષિત કરવામાં આવે તો બળદનું મળ અહીં તહીં જોવા ના મળતે.

માણસના વાળથી એમિનો એસિડ બનાવવાનું ઉદાહરણ

માણસના વાળથી એમિનો એસિડ બનાવવાનું ઉદાહરણ

આ દરમિયાન તેમને માણસના વાળથી કાઢેલા એમિનો એસિડનું પણ ઉદાહરણ આપ્યું, જેનો ઉપયોગ ખાતરના રૂપે પણ કરી શકાય છે. તેની સાથે તેમને દાવો કર્યો કે તેના ઘ્વારા ખેતરોમાં ઉત્પાદન 25 ટકા સુધી વધી શકે છે. ગડકરીએ કહ્યું કે તેમને નાગપુરથી જોઈએ એટલા વાળ નહીં મળ્યા એટલા માટે તેને તિરુપતિથી 5 ટ્રક વાળ મંગાવવા પડ્યા. તેમને કહ્યું કે અમે વિદેશમાં એમિનો એસિડ વેચી રહ્યા છે અને દુબઇ સરકારથી લગભગ 180 કન્ટેનર જૈવિક ખાતરનો ઓર્ડર છે.

હું સપનાઓને પુરા પણ કરું છું: ગડકરી

હું સપનાઓને પુરા પણ કરું છું: ગડકરી

નાગપુર કાર્યક્રમ પહેલા વિકાસ કામો પર વાત કરતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાંસીમાં કહ્યું હતું કે હું એવો નેતા છું, જે ફક્ત સપનું જ નથી બતાવતો પરંતુ તે સપના પુરા પણ કરે છે. આ દરમિયાન તેમને 600 કરોડ કરતા પણ વધારે વિકાસ પરિયોજનાનું શિલાન્યાસ અને લોકર્પણ કર્યું.

English summary
Store Country's urine and end urea import, says Nitin Gadkari
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X