મહાબોધિ સીરિયલ બ્લાસ્ટમાં નીતિશ કુમારની છટકબારી

ઘટના બાદ સફાળા જાગેલા નીતિશ કુમાર તેમના ઉચ્ચ અધિકારીઓની ટોળકી સાથે મહાબોધિ મંદિરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. નીતિશ કુમારે મંદિરમાં જ્યાં બ્લાસ્ટ થયા ત્યાં અને મંદિર પ્રશાસકોની મુલાકાત કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે 'આ હુમલા પાછળ જેનો પણ હાથ હશે તેમને સખતમાં સખત સજા કરવામાં આવશે.'
આ ઉપરાંત નીતિશ કુમારે જણાવ્યું કે 'આ આતંકવાદી હુમલાની તપાસ સીઆઇએસએફને સોંપવા કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો છે, તેમજ એનઆઇએની ટીમ વધુ તપાસ માટે અત્રે આવી રહી છે'
નીતિશ કુમારને સુરક્ષામાં ચૂંકને પગલે પૂછાયેલા પ્રશ્નો અંગે છટકબારીભર્યા જવાબ આપતા જણાવ્યું કે 'અમને આવા કોઇ આતંકવાદી હુમલાની જાણકારી ઇન્ટેલીજન્સ એજન્સી તરફથી મળી હતી અને એના અનુરુપ અમે પૂરતી સુરક્ષા વ્યવસ્થા પણ ઉભી કરી હતી. આ ઘટનાની તપાસ કરવામાં આવશે અને તેની પાછળ જેનો પણ હાથ હશે તેમને કડક સજા ફટકારવામાં આવશે.'
અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્ફોટ પ્રાચિન મહાબોધિ વૃક્ષની પાસે, મંદિરની બહાર અને મંદિરના પ્રાંગણમાં થયા હતા, જે સવારે અંદાજે 5.25 વાગ્યે થયા હતા. આ સમયે મહાબોધિ વૃક્ષની પાસે કેટલાક વિદેશી શ્રદ્ધાળુઓ સહિત કેટલાંક બૌદ્ધ ગુરુઓ મેડિટેશન કરી રહ્યા હતા. જેમાંથી બે લોકો ઘાયલ થયા છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ








Click it and Unblock the Notifications
