પિચકારી યુદ્ધમાં નરેન્દ્ર મોદી કરતા નીતિશ કુમાર વધુ લોકપ્રિય રહ્યા

narendra modi
પટણા, 28 માર્ચ : રાજકીય કુરુક્ષેત્રમાં નહીં પણ આ વખતે હોળીના તહેવારમાં ફરી એકવાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે યુદ્ધ છેડાયું હતું. આ વખતે પિચકારી યુદ્ધ ખેલાયું જેમાં નીતિશ કુમારે નરેન્દ્ર મોદીને પાછળ છોડી દીધા હતા. આ વર્ષો હોળીના તહેવાર દરમિયાન બંને રાજકીય નેતાઓના ફોટાવાળી પિચકારીઓએ સારો બિઝનેસ કરાવ્યો હતો.

આ વર્ષે પિચકારીઓમાં લોકપ્રિય નેતાઓની વાત કરીએ તો આરજેડી નેતા લાલુપ્રસાદ યાદવની સરખામણીએ નીતિશ કુમાર અને નરેન્દ્ર મોદી વધારે લોકપ્રિય રહ્યા છે. હોળીના તહેવારમાં દુકાનકારોએ વેચાયેલી પિચકારીઓના આધારે જણાવ્યું કે છોકરીઓ, બાળકો અને યુવાનોમાં નરેન્દ્ર મોદી કરતા નીતિશ કુમારના ફોટાવાળી પિચકારી વધારે લોકપ્રિય બની હતી. નીતિશના ફોટાવાળી પિચકારીનું સૌથી વધારે વેચાણ થયું હતું.

આ ઉપરાંત ભૂતકાળ કરતાં આ વખતે ઊંધો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આ વર્ષે ક્રિકેટર્સની સરખામણીમાં ફિલ્મ સ્ટાર્સના ફોટોગ્રાફવાળી પિચકારી યુવાનોએ વધારે પસંદ કરી હતી. આ અંગે હોળીના સામનનો વેપાર કરનારા એક વેપારીએ જણાવ્યું કે "ગયા વર્ષે નેતાઓના ફોટાવાળી પિચકારી ખાસ નહોતી ચાલી. આ વર્ષે નીતિશ કુમાર અને નરેન્દ્ર મોદીના ફોટાવાળી પિચકારીઓની ડિમાન્ડ વધારે રહી. નરેન્દ્ર મોદીના ફોટાવાળી પિચકારી આ વખતે માર્કેટમાં નવી હતી. અગાઉ બોલીવુડ સ્ટાર્સ અને ક્રિકેટર્સના નામ અને ફોટોવાળી પિચકારીઓ મળતી હતી."

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X