નીતિશ કુમારે કોંગ્રેસને બીજેપીને હરાવવાનો મહામંત્ર આપ્યો, જાણો શું કહ્યું?

નીતિશ કુમારે કહ્યું કે, ભારત જોડો યાત્રા બાદ હવે સમય આવી ગયો છે કે કોંગ્રેસે આગળ આવવું જોઈએ. સાથે જ વિપક્ષોએ પણ વિલંબ કર્યા વિના એક થવું જોઈએ.

પટના : કેન્દ્રમાં બીજેપી સરકાર વિરૂદ્ધ વિપક્ષી પાર્ટીઓની એકતાની લાંબા સમયથી વાત ચાલી રહી છે ત્યારે હવે નીતિશ કુમારે મોટી વાત કરી છે. હવે વિપક્ષને એક કરવાના નિવેદનથી ભાજપની ચિંતા વધી છે. મુખ્યમંત્રી નીતિશે કુમારે સીપીઆઈ-એમના 11મા મહાઅધિવેશનમાં કહ્યું કે, અમે તમારા નિર્ણય લેવાની રાહ જોઈ રહ્યા છીએ. જો તમે મારા સૂચનને અનુસરીને સાથે મળીને લડશો તો તે 100 કરતા નીચે આવી જશે. અહીં નીતિશ કુમારે આ વાત કોંગ્રેસને કહી છે.

Nitish Kumar

પટનામાં આયોજિત સીપીઆઈ-એમના 11માં મહાઅધિવેશનમાં નીતિશ કુમારે કહ્યું કે, ભારત જોડો યાત્રા બાદ હવે સમય આવી ગયો છે કે કોંગ્રેસે આગળ આવવું જોઈએ. સાથે જ વિપક્ષોએ પણ વિલંબ કર્યા વિના એક થવું જોઈએ. આ દરમિયાન તેમણે પીએમ પદના દાવા અંગે કહ્યું કે, અમે માત્ર પરિવર્તન ઈચ્છીએ છીએ. મને નેતૃત્વની કોઈ અંગત ઈચ્છા નથી.

આ દિવસોમાં હિન્દુ રાષ્ટ્ર બનાવવા મુદ્દે પણ સતત ચર્ચા ચાલી રહી છે. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા મુદ્દે યોગી આદિત્યનાથના નિવેદન બાદ ચર્ચાએ જોર પકડ્યું છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અહીં દરેક ધર્મ અને સંપ્રદાયના લોકો રહે છે. જો કોઈ આવું કરવા માંગે છે તો તે દેશને બરબાદ કરવા માંગે છે.

નીતિશ કુમારે કહ્યું કે, જ્યારે તેમની પાર્ટી એનડીએથી અલગ થઈ ગઈ ત્યારે તમામ વિરોધ પક્ષના નેતાઓએ આ નિર્ણયને આવકાર્યો. જો 2024ની ચૂંટણી પહેલા વિરોધ પક્ષો એક થઈ જાય તો ભાજપનો સફાયો થવાની ખાતરી છે. તેમણે કહ્યું કે, આ પરિવર્તન માટે તમામ ધર્મ અને જાતિના લોકોને સાથે લેવા પડશે. નીતીશે કોંગ્રેસને કહ્યું કે, જલ્દી અમને લોકોને બોલાવીને વાત કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X