નીતિશ કુમાર એનડીએમાં વાપસી કરવા જઈ રહ્યા છે? આવી રીતે થયો ખુલાસો
હવા પ્રમાણે વહેણ બદલતા નીતિશ કુમારને લઈને ચૌકાવનારો ખુલાસો થયો છે. હવે નીતિશ કુમાર ઈન્ડિયા ગઠબંધન છોડીને બીજેપી સાથે જઈ રહ્યા હોવાના અહેવાલો આવી રહ્યા છે.
હાલમાં જ ઈન્ડિયા એલાયન્સની તમામ 28 પાર્ટીઓએ પીએમ ચહેરા અંગે ચર્ચા કરી હતી. બેઠકમાં પીએમ પદ માટે રાહુલ ગાંધી, મમતા બેનર્જી અને મલ્લિકાર્જુન ખડગેના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

અહીં કોઈએ જેડીયુ અધ્યક્ષ અને બિહારના સીએમ નીતીશ કુમારનું નામ નથી લીધુ. નીતિશ કુમાર આ મામલે ગઠબંધનથી નાખુશ જણાય છે. આ સ્થિતિમાં હવે લોકો અનુમાન લગાવી રહ્યા છે કે નીતીશ કુમાર એનડીએમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કરવાની યોજના બનાવી રહ્યા છે.
મહાગઠબંધનથી નારાજગીના અહેવાલો વચ્ચે નીતિશ કુમારના NDAમાં પાછા ફરવાના સમાચારે જોર પકડ્યું છે. ઈન્ડિયા ટીવીએ આ મુદ્દે એક સર્વે કર્યો છે. જેમાં જનતાને ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા હતા. જેમાં લગભગ 12 હજાર લોકોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
આંકડાઓ પર વિશ્વાસ કરીએ તો, આ વોટિંગમાં કુલ 12,268 લોકોએ ભાગ લીધો. આમાંથી મોટાભાગના લોકો એટલે કે 55.46 ટકાને લાગે છે કે નીતીશ કુમાર એનડીએમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
30.23 ટકા લોકોને લાગે છે કે મુખ્યમંત્રી નીતીશ આવું નથી કરી રહ્યા. પોલમાં 14.31 લોકોને લાગે છે કે તેઓ કહી શકતા નથી કે નીતીશ પરત આવશે કે નહીં.
જણાવી દઈએ કે, નીતીશ કુમારની નારાજગીના અહેવાલો વચ્ચે ઈન્ડિયા એલાયન્સની બેઠક બાદ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને નીતિશ કુમાર વચ્ચે લાંબી ફોન પર વાતચીત થઈ હતી.
ઈન્ડિયા એલાયન્સની બેઠક દરમિયાન મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાના પ્રસ્તાવ બાદ નીતિશ ખૂબ જ અસ્વસ્થ થઈ ગયા અને તેમની નારાજગીને લઈને મીડિયામાં અનેક પ્રકારના સમાચાર આવવા લાગ્યા છે.
બીજી તરફ આ દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે INDIA ગઠબંધનથી કોઈપણ પ્રકારની નારાજગીનો ઈન્કાર કર્યો છે. તેcણે કહ્યું કે તેમને કોઈ પદ જોઈતું નથી, બધુ ઝડપથી થાય, હું આ જ ઈચ્છું છું.
તેમણે જેડીયુમાં કોઈપણ પ્રકારના વિભાજનનો પણ ઈન્કાર કર્યો. તેમણે વધુમાં કહ્યું કે, સીટ વિતરણ પણ સમયસર કરવામાં આવશે. મેં હમણાં જ કહ્યું કે રાજ્યોમાં સીટોની ઝડપથી વહેંચણી થવી જોઈએ અને દરેક બાબતનો ઝડપથી નિર્ણય લેવો જોઈએ.












Click it and Unblock the Notifications
