‘શત્રુ’ની ભૂમિકામાં ‘શોટગન’, નીતિશને ગણાવ્યા PM મેટરિયલ

માનવામાં આવી રહ્યું છે કે, તેમાના નિશાના પર મોદી હતા, સિન્હાએ કહ્યું કે, હું ભાજપને અંદરથી જોડવાની વાત કરું છું, હું તોડનારાઓમાં સામેલ નથી. સૂત્રોના હવાલાથી સમાચાર મળ્યા છે કે, ભાજપ આ નિવેદન બાદ શત્રુઘ્ન સિન્હા વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.
નોંધનીય છે કે, આ પહેલા પણ શત્રુઘ્ન સિન્હાએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ બગાવતનો સૂર રેલાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મોદીને પીએમ પદ સુધી પહોંચાડવા માટે લાલકૃષ્ણ અડવાણી અને સુષમા સ્વરાજ જેવા વરિષ્ઠ નેતાઓને સાઇડલાઇન કરવામાં આવી રહ્યાં છે. તેમણે એમ કહ્યું હતું કે ક્યાંક કોઇ પોતાનો પાર્ટી વિરુદ્ધ ગોલ ના કરી દે. આ નિવેદનના બીજા દિવસે શત્રુઘ્ન સિન્હાએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની મુલાકાત લેતા રાજકારણ ગરમાયું હતું. ત્યારે ફરીથીઆ પ્રકારનું નિવેદન કરીને શત્રુઘ્નએ પાર્ટીની મુશ્કેલીઓ વધારી દીધી છે.












Click it and Unblock the Notifications
