મોદી સમર્થક ભાજપા મંત્રી ગિરિરાજ સિંહના નિતિશે કર્યા વખાણ

નિતિશે સિંહના વખાણ કરતા જણાવ્યું કે સિંહ પોતાના ઘરે બકરી પાળે છે અને આવનાર અતિથિયોને બકરીના દૂધની ચા પીવડાવે છે. તેઓ પ્રચાર કરતા રહે છે, ખૂબ જ સારુ કામ કરે છે અને તે કમ્ફેડને પણ કહેશે કે બકરી પાલનને પ્રોત્સાહન આપે. નિતિશે જણાવ્યું કે મહાત્મા ગાંધી બકરીનું દૂધ પીતા હતા અને તે સુપાચ્ય અને લાભકારી પણ હોય છે.
કાર્યક્રમ દરમિયાન નિતિશ દ્વારા વખાણ કરવા અંગે ગિરિરાજને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે 'તેઓ મુખ્યમંત્રી છે અને હું તેમના મંત્રિમંડળનો સભ્ય છું, અને તેમને સારુ લાગ્યું એટલે મારી પ્રશંસા કરી'












Click it and Unblock the Notifications
