પ્રધાનમંત્રી બનવાનું સપનું જોઇ રહ્યા છે નીતિશ કુમાર : ગડકરી

nitin gadkari
રાંચી, 23 જૂન : ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીએ શનિવારે કહ્યું કે લાગે છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પ્રધાનમંત્રી બનવાનું સપનું જોઇ રહ્યા છે, અને જેના પગલે વોટબેન્કની રાજનીતિ કરી રહ્યા છે.

ગડકરી બોકારોમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે 'એવું લાગે છે કે નીતિશ કુમાર દેશના પ્રધાનમંત્રી બનવાનું સપનું જોઇ રહ્યા છે અને તેઓ વોટબેન્કની રાજનીતિ કરી રહ્યા છે. ગડકરીએ ભાજપા શાસિત ગુજરાત રાજ્યની ટીકા કરવા બદલ નીતિશ કુમારની નિંદા કરી હતી.'

તેમણે જણાવ્યું કે 'પહેલા તેમના માટે ગુજરાત સારુ હતું, પરંતુ હવે તેમનો વિચાર ઉલટો થઇ ગયો છે.' ગડકરી, ભાજપાની રાજ્ય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેવા માટે ધનબાદ જઇ રહ્યા હતા અને આ દરિમિયાન પત્રકારો થયેલી મુલાકાતમાં જણાવ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીને ચૂંટણી સમતિના અધ્યક્ષ બનાવવાને કારણે જેડીયૂએ એનડીએમાંથી પોતાનો છેડો ફાડી લીધો છે, અને ત્યારબાદથી બંને પક્ષો એકબીજાની પર વાકપ્રહારો કર્યા કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X