For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારમાં નીતીશ કુમાર પોતાના 2 મંત્રીઓને ઈચ્છે છે

લોકસભા ચૂંટણીના પરિણામ ભાજપના પક્ષમાં આવ્યા પછી હવે નરેન્દ્ર મોદી 30 મેં દરમિયાન શપથ લેશે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીના પરિણામ ભાજપના પક્ષમાં આવ્યા પછી હવે નરેન્દ્ર મોદી 30 મેં દરમિયાન શપથ લેશે. શપથગ્રહણ પહેલા જ મંત્રીમંડળમાં જગ્યા મેળવવાની કોશિશ વધી ચુકી છે. મળતી માહિતી અનુસાર આ વખતે મંત્રીમંડળમાં કેટલાક નવા ચહેરાઓ જોવા મળી શકે છે. એટલું જ નહીં પરંતુ નવી ટીમમાં સહયોગી દળોનું પ્રતિનિધિત્વ પણ વધશે. જે દળો પાસે 10 કરતા વધારે સાંસદો છે તેમને બે મંત્રી પદ આપી શકાય છે. જદયુ અધ્યક્ષ નીતીશ કુમાર અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પોતાની પાર્ટીથી મંત્રી બનનાર નેતાઓના નામ આપશે. નીતીશ કુમાર આ બાબતે અમિત શાહ સાથે મુલાકાત કરશે. તેઓ અમિત શાહ પાસે એક કેબિનેટ પદ અને રાજ્યમંત્રી પદ માંગી શકે છે.

આ પણ વાંચો: 17મી લોકસભામાં સૌથી વધુ મહિલા સાંસદો, 78 મહિલા જીતી, કોંગ્રેસમાંથી ફક્ત સોનિયા ગાંધી

પાછલા મંત્રી મંડળમાં નીતીશ કુમારના કોઈ સાંસદ ના હતા

પાછલા મંત્રી મંડળમાં નીતીશ કુમારના કોઈ સાંસદ ના હતા

નીતીશ કુમારે જુલાઈ 2017 દરમિયાન મહાગઠબંધનનો સાથ છોડીને બિહારમાં નવી સરકાર બનાવવા માટે ભાજપનો હાથ પકડ્યો હતો. પાછલા મંત્રી મંડળમાં નીતીશ કુમારના કોઈ સાંસદ ના હતા. આ વખતે પાર્ટીએ ભાજપ સાથે મળીને લોકસભા ચૂંટણી લડી છે અને તેઓ નવી સરકારમાં જોડાવવા માટે તૈયાર છે.

રાજ્યમંત્રી માટે આ સાંસદનું નામ ચર્ચામાં છે

રાજ્યમંત્રી માટે આ સાંસદનું નામ ચર્ચામાં છે

રાજ્યમંત્રીના પદ માટે પાર્ટીના પુનિયાથી સાંસદ સંતોષ કુશવાહના નામ પર ચર્ચા થઇ રહી છે. કુશવાહ વર્ષ 2014 દરમિયાન પુનિયાથી જીત્યા હતા, ત્યારે તેઓ બિહારમાં કોઈ પણ ગઠબંધનનો ભાગ ના હતા. આ વખતે પણ કુશવાહએ કોંગ્રેસના ઉદય સિંહને હરાવીને પુનિયાથી ચૂંટણી જીતી છે.

30 મેં સવારે મંત્રીઓ વિશે સૂચના મળશે

30 મેં સવારે મંત્રીઓ વિશે સૂચના મળશે

ગઈ વખતની જેમ આ વખતે પણ 30 મેં પહેલા ભાવિ મંત્રીપરિષદોના નામનો ખુલાસો થવાની સંભાવના છે. મોટાભાગના મંત્રીઓને 30 મેં દરમિયાન સવારે ફોન પર સૂચના આપવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી સવારના નાસ્તા પર સાંજે શપથ લેનાર મંત્રીઓને બોલાવીને તેના વિશે સૂચના આપશે.

English summary
Nitish Kumar wants his two ministers in the Modi government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X