ભાજપે કર્યો સદનનો બહિષ્કાર, નિતિશે જીત્યો વિશ્વાસનો મત

તોડજોડના ગણિત બાદ પહેલાંથી સંભાવના વ્યક્ત કરવામાં આવતી હતી કે નિતિશ કુમાર વિશ્વાસનો મત પ્રાપ્ત કરી લેશે. પરંતુ નિતિશ કુમાર સરકારને સદનમાં હવે ભાજપા જેવી સશક્ત વિપક્ષનું દબાણ સહન કરવું પડશે. બિહાર વિધાનસભાના અધ્યક્ષે ભાજપા નેતા સુશીલ કુમાર મોદીને વિરોધપક્ષના નેતા બનાવવાની જાહેરાત કરી છે.
બિહારની 243 સભ્યોવાળી વિધાનસભામાં 118 ધારાસભ્ય જેડીયૂના, 91 ધારાસભ્ય ભાજપાના, ભાકપા અને લોજપાના 1-1, આરજેડીના 22 તથા અપક્ષોની સંખ્યા 6 છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પાર્ટીના ચૂંટણી સમિતિના અધ્યક્ષ બનાવ્યા બાદ જેડીયૂએ ભાજપા સાથે 17 જૂનો સંબંધ તોડીને અલગ થઇ ગઇ છે.












Click it and Unblock the Notifications
