નીતિશ કુમારે ગુજરાતના વિકાસ મોડેલ પર કટાક્ષ કર્યો

બુધવારે વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરતા સમયે આપેલા ભાષણમાં નીતિશ કુમારે પોતાના કટ્ટર હરીફ માનેલા નરેન્દ્ર મોદી પર અનેક પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે વિકસીત ગુજરાતનો આ કેવો વિકાસ છે કે જ્યાં લઘુત્તમ મજુરી વિસાસશીલ રાજ્ય કરતા પણ ઓછી છે. આ કારણે જ અમારું કહેવું છે કે દેશનું નેતૃત્વ એવા હાથોમાં હોવું જોઇએ કે જે તમામ વર્ગોને સાથે લઇને આગળ ચાલવામાં માનતા હોય.
આ પ્રસંગે નીતિશે કોસી નદીમાં પૂરની આફતનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે વિકસીત રાજ્યના મુખ્યમંત્રીએ સહાય રાશિ મોકલી હતી પણ બિહારે તેને પાછી મોકલાવી દીધી હતી. વર્ષ 2010માં હું રાજીનામુ આપવા તૈયાર હતો. આફતગ્રસ્ત રાજ્યની મદદ કરવાની અમારે ત્યાં પરંપરા રહી છે. પરંતુ અમારે ત્યાં જે પ્રકારની જાહેરાત આપીને તેમણે આ લાભ ખાટવાનો પ્રયાસ કર્યો તેને યોગ્ય ગણાવી શકાય નહીં.
ભાજપ પર પણ કટાક્ષ કરતા તેમણે કહ્યું કે "વિશ્વાસઘાત દિવસ મનાવવાના દિવસે અમરી સાથે જે રીતનો વ્યવહાર કરવામાં આવ્યો તે જોતા એમ જ લાગે છે કે ચાલો જે થયું એ સારું થયું."












Click it and Unblock the Notifications
