For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારનું વાતાવરણ બગાડવા રચાયું વિસ્ફોટોનું ષડયંત્ર: નીતિશ કુમાર

|
Google Oneindia Gujarati News

પટણા, 28 ઓક્ટોબર: બિહારના પાટનગરમાં ગઇકાલે એક પછી એક 8 વિસ્ફોટોથી ગૂંજી ઉઠ્યું. આ ઘટનામાં 6 લોકોના મોત થઇ ગયા છે જ્યારે 100થી વધારે લોકો ઘાયલ થઇ ગયા છે. ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની હુંકાર રેલી પહેલા આ વિસ્ફોટોએ સૌને હેરાન કરી દીધા જ્યારે મુખ્યંત્રી નીતિશ કુમાર આ મામલે ડિફેન્સિવ દેખાયા.

નીતિશે વિસ્ફોટો બાદ બોલાવવામાં આવેલ પ્રેસ કોન્ફેન્સમાં વિસ્ફોટો સાથે જોડાયેલ જાણકારી આપતા જણાવ્યું કે વિસ્ફોટ ખાસ દિવસની પસંદગી કરીને કરવામાં આવ્યો હતો. તેમનો ઇશારો મોદીની રેલી પર હતો. તેને સુરક્ષામાં ઊણપ નહીં માનતા નીતિશે જણાવ્યું કે વિસ્ફોટો સુરક્ષામાં કમીના કારણે નહી પરંતુ સુરક્ષામાં ચૂકના કારણે થયા છે.

nitish kumar
મોદીની રેલી પહેલા થયેલા સીરિયલ બ્લાસ્ટ પર રાજ્યના સીએમ નીતિશ કુમારે જણાવ્યું કે એવું લાગે છે કે આ વિસ્ફોટો રાજ્યના વાતાવરણને ડોહળવા માટે કરવામાં આવ્યા છે. જાણકારી અનુસાર જેમણે જણાવ્યું કે આ સિલસિલામાં એક એક શંકાસ્પદની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની સાથે પૂછપરછ જારી છે.

નીતિશે જણાવ્યું કે બ્લાસ્ટના દિવસે અને અવસરને જોઇને લાગે છે કે આ વિસ્ફોટોનું ષડયંત્ર કરવામાં આવ્યું છે. પોલીસ બંદોબસ્ત અને સુરક્ષાની નિષ્ફળતાના સવાલને રદિયો આપતા નીતિશે જણાવ્યું કે કેન્દ્રીય અથવા રાજ્ય ગુપ્તચર એજન્સીઓને આવી કોઇ ઘટનાની ગુપ્ત માહિતી અથવા શંકા ન્હોતી. કોઇ એલર્ટ ન્હોતું. બિહારમાં આવો માહોલ પણ નથી. તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં તેમની પોલીસ ટીમ આ ષડયંત્ર પરથી પરદો ઉઠાવી લેશે.

English summary
Bihar CM Nitish Kumar has ruled out any security lapses in the arrangements for the BJP rally and said the serial blasts were an attempt to disturb the law and order situation in the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X