વિપક્ષી એકતાની વાતો વચ્ચે JDU અધ્યક્ષનું નિવેદન, કહ્યુ,-નીતિશ કુમાર પીએમ પદના દાવેદાર નહીં

કેન્દ્રની મોદી સરકારની લોકશાહી વિરોધી પ્રવૃતિઓથી વિપક્ષ ખફા છે અને એક થવાની કવાયત ચાલી રહી છે ત્યારે જેડીયુ અધ્યક્ષ લલ્લનસિંહનું મોટુ નિવેદન સામે આવ્યુ છે.

2024 લોકસભા ચૂંટણીને લઈને વિપક્ષી પાર્ટીઓ 23 જૂને મેગા બેઠક યોજવા જઈ રહી છે. આ પહેલા જેડીયુ અધ્યક્ષનું મોટું નિવેદન સામે આવ્યુ છે. તેમણે આગામી લોકસભા ચૂંટણી માટે વિપક્ષી પાર્ટીઓના પીએમ ચહેરાને લઈને સ્થિતિ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. લલન સિંહે કહ્યું કે, સીએમ નીતિશ કુમાર પીએમ પદ માટે રેસમાં નથી.

Nitishkumar

લલ્લન સિંહે કહ્યું કે, નીતિશ કુમારનું પુરૂ ધ્યાન હાલ 2024 લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન માટે રૂપરેખા તૈયાર કરવા પર છે. અહીં લલ્લન સિંહે પીએમ પદની દાવેદારીને લઈને પણ મોટુ નિવેદન આપ્યુ.

નીતિશ કુમાર પીએમ પદના દાવેદાર હોવા મુદ્દે વાત કરતા લલ્લન સિંહે કહ્યું કે, નીતિશ 2024 માટે પીએમ પદના દાવેદાર નથી. તે માત્ર બીજેપી મુક્ત રાષ્ટ્ર બનાવવા વિરોધ પક્ષોની એકતા માટે પ્રયાસ કરી રહ્યા છે.

લલ્લન સિંહે આગળ જણાવ્યુ કે, સીએમ નીતિશ કુમાર બીજેપી મુક્ત રાષ્ટ્ર બનાવવા માંગે છે. એટલા માટે તે વિપક્ષને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચૂંટણી પછી તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે મળીને નક્કી કરશે કે પીએમ કોણ હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X