For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા નિત્યાનંદ બન્યા મહામંડલેશ્વર

|
Google Oneindia Gujarati News

nityananda
નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી: સેક્સ સ્કેન્ડલ મામલામાં ફસાયેલા દક્ષિણ ભારતના સ્વામી નિત્યાનંદને મહાનિર્વાણી અખાડાએ મહામંડલેશ્વર બનાવી દીધા છે. નિત્યાનંદનને આ પદવી આપ્યા બાદ કુંભ મેળામાં અને દેશમાં વિવાદ ઉઠ્યો છે.

જોકે અખાડાઓમાં મહામંડલેશ્વરની પદવી ખુબજ મોટી અને પવિત્ર માનવામાં આવે છે. આની પર કોઇની નિયુક્તિ કરવા માટે સાતેય અખાડાના પ્રતિનિધિઓની સહમતિ જરૂરી હોય છે.

આ ઉપરાંત નિર્વાણી અખાડાના બધા મંડલેશ્વર પણ પોતાનો મત આપે છે. ત્યારબાદ નિર્વાણી અખાડાના પીઠાધીશ્વર આવા કોઇપણ સંતને આ પદવીથી નવાજે છે. જોકે અત્રે સવાલ એ જ છે કે જે વ્યક્તિ પર કોર્ટમાં સેક્સ સ્કેન્ડલનો કેસ ચાલી રહ્યો હોય તેને મહામંડલેશ્વર બનાવવો કેટલો યોગ્ય છે.

કોણ છે સ્વામી નિત્યાનંદ

સ્વામી નિત્યાનંદને દક્ષિણ ભારતના મોટા સંત માનવામાં આવે છે, પરંતુ એક વિવાદિત વીડિયો સામે આવ્યા બાદ તેમની ઘણી ટીકા દેશભરમાં કરવામાં આવી હતી. સ્વામી નિત્યાનંદનો જન્મ પહેલી જાન્યુઆરી 1978ને તમિલનાડુ થિરુનામલાઇમાં થયો હતો. નિત્યાનંદ ખુબ નાની ઉમરમાં જ સંન્યાસી બની ગયા હતા. બાદમાં તેમણે પોતાની એક સંસ્થા બનાવી જેનું નામ ધ્યાનપીતમ છે. તેમની સંસ્થા યોગ, તંત્ર, આધ્યાત્મનો પ્રચારની વાત કરે છે. નિત્યાનંદનો દાવો છે કે તેઓ ધ્યાન દ્વારા મોટામાં મોટા રોગોનું નિદાન કરી શકે છે. તેમની સંસ્થા મુખ્ય કાર્યાલય બેંગલોરમાં છે. નિત્યાનંદ સ્વામીનો થિરુનામલાઇમાં પણ મોટો આશ્રમ છે.

English summary
Nityananda become mahamandleshwar in Mahakumbh mela by Mahanirvani akhada.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X