For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શીલા દીક્ષિતનું એલાન, કોંગ્રેસ અને આપમાં ગઠબંધન નહીં થાય

લોકસભા ચૂંટણી 2019 રાજનૈતિક જંગની જીત મેળવવા માટે કોંગ્રેસ અલગ અલગ પાર્ટીઓ સાથે ગઠબંધન કરવામાં જોડાઈ ચુકી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 રાજનૈતિક જંગની જીત મેળવવા માટે કોંગ્રેસ અલગ અલગ પાર્ટીઓ સાથે ગઠબંધન કરવામાં જોડાઈ ચુકી છે. તેવી સ્થિતિમાં એવી આશા કરવામાં આવી રહી હતી કે દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે પણ ગઠબંધન થઇ શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે આ મુદ્દે બેઠક બોલાવી જેમાં હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને ચૂંટણી નહીં લડે.

sheila dikshit

રાહુલ ગાંધી સાથે બેઠક કર્યા પછી કોંગ્રેસ દિલ્હી અધ્યક્ષ શીલા દીક્ષિતે સાફ કહ્યું છે કે કોંગ્રેસ દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. શીલા દીક્ષિતે જણાવ્યું કે, અમે રાહુલજીને કહ્યું કે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહી કરવું જોઈએ, જેમાં પર તેમને સહમતી વ્યક્ત કરી છે. તેમને કહ્યું કે અમે સર્વસંમતિ ઘ્વારા નિર્ણય લીધો છે કે દિલ્હીમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે મળીને ચૂંટણી નહીં લડે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2019: દિલ્હી માટે આમ આદમી પાર્ટીએ પોતાના 6 ઉમેદવારોની ઘોષણા કરી

જાણકારી એવી પણ સામે આવી રહી છે કે દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનો દીકરો પણ દિલ્હીથી ચૂંટણી લડશે. અહીં આપને જણાવી દઈએ કે હરિયાણાના જનનાયક જનતા પાર્ટી (જેજેપી) સાથે આમ આદમી પાર્ટીનું ગઠબંધન નથી થઇ શક્યું અને દિલ્હીમાં પણ કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં થાય તો આમ આદમી પાર્ટીને મોટું નુકશાન થઇ શકે છે. આ દરમિયાન બીજા ઘટક દળોનું પણ દબાણ વધી રહ્યું છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા મેગા ઑનલાઈન પોલ, જાણો કોની બની શકે છે સરકાર

English summary
No Alliance with aap in delhi announces sheila dikshit after meeting with rahul gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X