લોકસભા ચૂંટણી 2019: દિલ્હી માટે આમ આદમી પાર્ટીએ પોતાના 6 ઉમેદવારોની ઘોષણા કરી
દિલ્હી માટે આમ આદમી પાર્ટીએ પોતાના 6 ઉમેદવારોની ઘોષણા કરી
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે દિલ્હીની 6 સીટ પર પોતાના ઉમેદવારોની ઘોષણા કરી દીધી છે. પહેલા એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે મોદીની આગેવાનીવાળી એનડીએ સરકાર વિરુદ્ધ બનવા જઈ રહેલ મહાગઠબંધનમાં તેઓ સામેલ થશે અને કોંગ્રેસની સાથે ગઠબંધન કરશે. પરંતુ ઉમેદવારોની ઘોષણાની સાથે જ સ્પષ્ટ થઈ ગયું કે પાર્ટી ચૂંટણીમાં એકલી ઉતરશે. અરવિંદ કેજરીવાલે કેટલાક દિવસ પહલા જ આ અંગે સંકેત પણ આપ્યા હતા.

આમને મળી ટિકિટ
દિલ્હીની 7 સીટોમાં 6 સીટ પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોનું એલાન કર્યું. પૂર્વી દિલ્હીથી આતિશીને ઉમેદવાર બનાવવામાં આવ્યા. રાઘવ ચઢ્ઢાને સાઉથ દિલ્હીથી ટિકિટ આપવામાં આવી છે. પંકજ ગુપ્તાને ચાંદની ચોકથી લોકસભા સીટથી ઉતારવામાં આવ્યા છે. જ્યારે ઉત્તર-પૂર્વી દિલ્હીથી દિલીપ પાંડેય અને નવી દિલ્હીથી બ્રિજેશ ગોયલને ટિકિટ મળી છે. ઉત્તર-પશ્ચિમ દિલ્હીથી ગુગ્ગન સિંહને ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ હજુ વેસ્ટ દિલ્હીથી ટિકિટ ફાઈનલ નથી કરી. ગોયલ રાયે પ્રેસ કૉન્ફ્રેન્સ કરીને જણાવ્યું કે આ સીટ પર હજુ ચર્ચા ચાલી રહી છે અને જલદી જ ઉમેદવારના નામની ઘોષણા કરવામાં આવશે.

કોંગ્રેસથી ગઠબંધનને ના
કોંગ્રેસ સાથે આગામી લોકસભા ચૂંટણી માટે ગઠબંધન ન થઈ શખવા માટે ગોપાલ રાયે કોંગ્રેસ અને રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા છે. ગોપાલ રાયે કહ્યું કે શીલા દીક્ષિતે સીધો જ ગઠબંધનનો ઈનકાર કરી દીધો. રાહુલે પણ કહ્યું કે આ શક્ય નથી. આમ આદમી પાર્ટી ગઠબંધન ઈચ્છતી હતી પરંતુ કોંગ્રેસ આના માટે તૈયાર ન થઈ. તાજેતરમાં જ એક જનસભામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અમે કોંગ્રેસને AAP સાથેના ગઠબંધન માટે મનાવવાની કોશિશ કરી રહ્યા છીએ.

શીલા દીક્ષિતે કર્યો ઈનકાર
અરવિંદ કેજરીવાલના નિવેદનના એક દિવસ બાદ દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિતે કહ્યું હતું કે તમે મારી પાસે ક્યારે આવ્યા? જો અરવિંદ ગઠબંધન ઈચ્છે છે તો તેમણે સીધી મારી સાથે વાત કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના નેતા શરદ પવારના ઘરે વિપક્ષી નેતાઓની મળેલી બેઠકમાં અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધીએ ભાગ લીધો હતો. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી પણ આ બેઠકમાં આવી હતી. તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને દિલ્હીમાં સાથે આવવાનું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2014માં દિલ્હીની તમામ સાત સીટ પર ભાજપે ક્લીન સ્વીપ કર્યું હતું. પરંતુ તે બાદ થયેલ વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરી 67 સીટ જીતી હતી. 2013માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવાની વાત કરી આમ આદમી પાર્ટીએ પહેલા ચૂંટણી લડી હતી. આ ચૂંટણી બાદ કોંગ્રેસના સહયોગથી તેમણે સરકાર બનાવી હતી. પરંતુ લોકપાલ બિલના મુદ્દે તેમણે ખુરશી છોડી દીધી હતી. આ સરકાર 49 દિવસ જ ચાલી હતી.












Click it and Unblock the Notifications
