For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: રદ્દ થયેલી 155 ટ્રેનો પર શું લાગશે કેન્સલ ચાર્જ, રેલવેએ આપ્યા રાહતના સમાચાર

Coronavirus: રદ્દ થયેલી 155 ટ્રેનો પર શું લાગશે કેન્સલ ચાર્જ, રેલવેએ આપ્યા રાહતના સમાચાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસના વધતા સંક્રમણને જોતા લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવાાં આવી રહી છે. આ વાયરસના ખતરાને જોતા લોકો યાત્રા કરવાનું ટાળી રહ્યા છે અને આ કારણે ટ્રેનમાં ભીડ પણ ઘટી છે. યાત્રીઓની સંખ્યા ઓછી થવાના કારણે રેલવેએ 168 ટ્રેનો રદ્દ કરી દીધી છે.આ ટ્રેનોનું પરિચાલન 20 માર્ચથી 31 માર્ચ સુધી બંધ રહેશે. જ્યારે કેન્સલેશન ચાર્જને લઈને રેલવે તરફથી રાહતના સમાચાર છે.

100 ટકા રિફંડ મળશે

100 ટકા રિફંડ મળશે

ન્યૂજ એજન્સી પીટીઆઈ મુજબ ભારતીય રેલવેએ કહ્યું કે રદ્દ થયેલ 155 ટ્રેનની ટિકિટ કેન્સલ કરવા પર કોઈ ચાર્જ લગાવવામાં નહિ આવે અને યાત્રીઓને 100 ટકા રિફન્ડ મળશે. કોરોનાવાઈરસને કારણે આ મહિને 60 ટકા ટિકિટ રદ્દ કરવામાં આવી છે. રેલવેએ કોરોનાવાઈરસને જોતા તમામ ઝોનને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. કોરોનાવાઈરસને ધ્યાનમાં રાખી રેલવે મંત્રી પીયૂષ ગોયલે પણ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને અધિકારીઓને ઉચિત દિશા-નિર્દેશ જાહેર કર્યા હતા.

અત્યાર સુધીમાં 168 ટ્રેન રદ્દ થઈ ચૂકી છે

અત્યાર સુધીમાં 168 ટ્રેન રદ્દ થઈ ચૂકી છે

ભીડ ઓછી હોવાના કારણે બુધાવરે રેલવેએ 99 ટ્રેન રદ્દ કરી દીધી હતી. જ્યારે મંગળવારે 85 ટ્રેન રદ્દ કરી દેવામાં આવી હતી. પશ્ચિમ મધ્ય ર્લવે અને ઉત્તર રેલવેની 11-11 ટ્રેનને બુધવારે રદ્દ કરવામાં આવી. કોરોનાવાઈરસના ખતરાને જોતા કેન્દ્ર અને રાજ્ય સરકારે તકેદારીના તમામ પગલાં ઉઠાવી રહી છે. રાજ્ય સરકારોએ સ્કૂલ-કોલેજો બંધ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ રાષ્ટ્રીય સમારકો, મ્યૂજિયમ, ધાર્મિક સ્થળો, સિનેમાઘર, બજાર વગેરે બંધ કરી દેવામાં આવ્યા છે.

રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કરશે

રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કરશે

ભારતમાં કોરોનાવાઈરસના અત્યાર સુધીમાં 166 મામલા સામે આવ્યા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ આમાં 141 ભારતય અને 25 વિદેશી નાગરિકો છે. જ્યારે આ મહામારીથી 3 લોકોના મોત થઈ ચૂક્યાં છે. કોરોનાવાઈરસના કારણે કર્ણાટકમાં 1, દિલ્હીમાં 1 અને મહારાષ્ટ્રમાં એક શખ્સનું મોત થયું છે. સૌથી વધુ મામલા મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. કોરોનાવાઈરસને ધ્યાનમાં રાખી પીએમ મોદી ગુરુવારે રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કરશે.

Coronavirusથી અત્યાર સુધી 8000 લોકોના મોત, દુનિયાભરમાં 200000 લોકો સંક્રમિતCoronavirusથી અત્યાર સુધી 8000 લોકોના મોત, દુનિયાભરમાં 200000 લોકો સંક્રમિત

English summary
No cancellation fee for 155 trains cancelled, passengers will get 100 percent refund
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X