Exclusive Interview: કેજરીવાલ વિરુદ્ધ કોઇ ષડયંત્ર ન્હોતું
નવી દિલ્હી, 4 માર્ચ: આમ આદમી પાર્ટીમાં પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવને લઇને ચાલી રહેલી ઉથલપાથલ શાંત નથી થઇ રહી. મજાની વાત તો એ છે કે દરેકજણ આપ પાર્ટીની અંદર ચાલી રહેલ બબાલ અંગે જાણવા પણ માંગે છે. એવામાં અમે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પૃથ્વી રેડ્ડી સાથે વાત કરી. આ ખાસ વાતચીતમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું કે કેજરીવાલની વિરુદ્ધ પાર્ટીમાં કોઇ ષડયંત્ર નથી ચાલી રહ્યું.
રાષ્ટ્રીય પ્રવક્તાએ વનઇન્ડિયાને જણાવ્યું કે જે કંઇ પણ વિવાદ ઉઠ્યા છે, તે માત્ર એકબીજાની વચ્ચે યોગ્ય રીતે કમ્યુનિકેશન નહી થવાના કારણે થયા. અત્રે પ્રસ્તુત છે તેમની સાથેના એક્સ્લુઝિવ ઇંટરવ્યૂની ખાસ વાતો...

જવાબ: ઇન્ડિયા અગેંસ્ટ કરપ્શનના યુદ્ધમાં અમે સૌ સાથે આવ્યા. અમે લોકતાંત્રિક રીતે પોતાની પાર્ટીને ઊભી કરી. એ પણ છે કે પાર્ટીમાં જુદી-જુદી વિચારધારાના લોકો સામેલ થયા છે. તેઓ અલગ-અલગ બેકગ્રાઉન્ડથી છે. સ્વાભાવિક છે કે આવામાં લોકોની વચ્ચે કમ્યુનિકેશન ગેપ બનવું સંભવ છે.
પ્રશ્ન: એવી કઇ વાત છે જે હજી પણ છૂપાયેલી છે?
જવાબ: એવી કોઇ વાત નથી, જે છૂપાયેલી હોય. અમે સૌએ મળીને ચૂંટણી લડી. અમારા સૌનો એક ઉદ્દેશ્ય હતો, તે હતો ચૂંટણી જીતવાનો. અમારી પાસે એટલો સમય જ ન્હોતો કે અમે અન્યોની ભૂલ કાઢતા ફરીએ. હવે ચૂંટણી પતી ગઇ છે અને આપને લાગી રહ્યું છે કે અમે એક બીજા પર કટાક્ષ કરી રહ્યા છીએ, જ્યારે સાચી વાત એ છે કે પાર્ટીની અંદર કોઇ જટીલ વિવાદ નથી.
પ્રશ્ન: શું કેજરીવાલ વિરુદ્ધ કોઇ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે?
જવાબ: મારા હિસાબથી એવું કંઇ નથી. જેવું કે મે જણાવ્યું કે કંઇક મતભેદ છે, પરંતુ મનભેદ નથી. તે મતભેદોને પણ દૂર કરાઇ રહ્યા છે.
પ્રશ્ન: પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવની વિરુદ્ધ શું કોઇ કાર્યવાહી કરાશે?
જવાબ: દરેક પાર્ટીમાં સમસ્યાઓ હોય છે. આપ પાર્ટીની વાત સામે એટલા માટે આવી, કારણ કે અમારા સભ્યો ખુલીને બોલ્યા. અમે એ વાત પર વિશ્વાસ નથી રાખતા કે જે ખુલીને બોલે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. હા કેટલાંક સભ્યો છે જે બેજવાબદારીભર્યું વર્તન કરી રહ્યા છે, તેમના વિષે વિચારવામાં આવી રહ્યું છે.
પ્રશ્ન: શું આમ આદમી પાર્ટીની અંદર તાનાશાહી હોય છે?
જવાબ: મને નથી લાગતું. પાર્ટીનું કામ કરવાની એક રીત છે અને અમે તમામ તેને ફોલો કરી રહ્યા છીએ. પાર્ટીમાં દરેકને બોલવાનો અધિકાર છે. આજે જ્યારે કેટલાંક વિવાદ ઊભા થયા છે, તો લોકો એ વિચારી રહ્યા છે કે પાર્ટીમાં તાનાશાહી ચાલી રહી છે, જ્યારે વાસ્તવિકતામાં એવું કંઇ નથી.












Click it and Unblock the Notifications
