અભણ લોકોની ફોજથી કોઈ દેશ વિકાસ કરી શકતો નથી - અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બુધવારના રોજ સરકારના વડા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દાયકા પૂર્ણ થવાના અવસરે આયોજિત કોન્ફરન્સમાં હાજરી આપી હતી.
નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બુધવારના રોજ સરકારના વડા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દાયકા પૂર્ણ થવાના અવસરે આયોજિત કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ દરમિયાન કાર્યક્રમને સંબોધિત કરતી વખતે અમિત શાહે પણ તેમના નિવેદનને પુનરાવર્તિત કર્યું હતું, જેના પર નેતાઓથી લઈને સોશિયલ મીડિયા સુધીના લોકોએ તેમના પર નિશાન સાધ્યું હતું. શાહે પોતાના ભાષણમાં કહ્યું કે, મારા અભણ નિવેદન માટે મને ટ્રોલ કરવામાં આવ્યો હતો, પરંતુ હું ફરીથી કહેવા માંગુ છું કે અભણ લોકોની સેનાથી કોઈ દેશ વિકાસ કરી શકતો નથી.

અભણ લોકોની ફોજ સાથે કોઈ રાષ્ટ્ર વિકાસ કરી શકતું નથી
પોતાના નિવેદનમાં ગૃહમંત્રી અમિત શાહે પુનરોચ્ચાર કર્યો હતો કે, મને ટ્રોલ કરવામાં આવ્યો હતો, પરંતુ હું ફરીથી કહેવા માંગુ છું કે, અભણ લોકોની ફોજ સાથે કોઈ રાષ્ટ્ર વિકાસ કરી શકતું નથી. તેમને શિક્ષિત કરવાની જવાબદારી સરકારની છે. જે વ્યક્તિ તેમના બંધારણીય અધિકારોને જાણતા નથી, તે રાષ્ટ્રના વિકાસમાં જેટલું યોગદાન આપી શકે તેટલું યોગદાન આપી શકતું નથી.
#WATCH | HM Amit Shah says "I was trolled but I'd like to say again that 'no nation can develop with army of illiterates', it's govts' responsibility to educate them. Somebody who doesn't know his Constitutional rights can't contribute to the nation, as much as it can be done..." pic.twitter.com/U0gIDpbZqx
— ANI (@ANI) October 27, 2021
શાહને તેમના નિવેદન માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યા હતા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેમના તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં લોકોને શિક્ષિત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે એક ઈન્ટરવ્યુમાં સવાલ ઉઠાવ્યો હતો કે, એક અભણ વ્યક્તિ સારો નાગરિક કેવી રીતે બની શકે, કારણ કે, તેને તેના મૂળભૂત અધિકારો વિશે પણ ખબર નથી, જે બાદ શાહને તેમના નિવેદન માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યા હતા.
શું બહુપક્ષીય લોકતાંત્રિક સંસદીય વ્યવસ્થા સફળ થઈ શકે છે?
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે, 1960 પછી અને 2014 સુધી લોકોને શંકા હતી કે, બહુ પક્ષીય લોકતાંત્રિક વ્યવસ્થા સફળ થઈ શકે છે. તેમણે ખૂબ જ ધીરજ સાથે નિર્ણય લીધો અને પૂર્ણ બહુમત સાથે વડાપ્રધાન મોદીને સત્તા આપી હતી. તેમણે કહ્યું કે, 2014 સુધી દેશની જનતા સમક્ષ એક મોટો પ્રશ્ન હતો કે શું બહુપક્ષીય લોકતાંત્રિક સંસદીય વ્યવસ્થા સફળ થઈ શકે છે? જેનો જવાબ તમારી સામે છે.
વિપક્ષે કરી પીએમ મોદીની ટીકા
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીના સત્તામાં 20 વર્ષ પૂરા થવા પર ભાજપ સેવા સમર્પણ કાર્યક્રમ ચલાવી રહી છે. જો કે આ વીસ વર્ષોમાં પીએમ મોદીએ અનેક પડકારોને પાર કર્યા. વળી, પોતાના અમુક નિર્ણયોના કારણે તે વિપક્ષની આકરી ટીકાઓના કારણ પણ બન્યા. જેમાં નોટબંધી, જીએસટી, આર્ટિકલ 370, કૃષિ કાયદા, એસસી-એસટી એક્ટ, સીએએ અને નવા કૃષિ કાયદા જેવા નિર્ણયો મુખ્યત્વે શામેલ છે પરંતુ તે એર સ્ટ્રાઈક જેવા નિર્ણયોના કારણે દુનિયામાં પ્રશંસનીય પણ બન્યા હતા.












Click it and Unblock the Notifications
