ડોક્ટરનું મેડિકલ બુલેટિનઃ માસૂમની હાલતમાં સુધારો

તેમણે જણાવ્યું કે, હવે બાળકી સંપૂર્ણપણે હોશમાં છે, જે કે તેને હળવો તાવ છે. બાળકીએ પોતાના માતા-પિતા અને ડોક્ટર્સ સાથે પણ વાતો કરી. સાથે જ તેમણે કહ્યું કે, બાળકીને બે અઠવાડિયામાં હોસ્પિટલમાંથી રજા મળી શકે છે.
ડોક્ટર શર્માએ કહ્યું કે તે ઘીરે-ધીરે ઠીક થઇ રહી છે અને રાત્રે સારી ઉંઘ લઇ શકી. હાલ તેના મહત્વપૂર્ણ અંગો કામ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે તે સચેત છે અને માતા-પિતા ડોક્ટર્સ અને નર્સો સાથે વાત કરી રહી છે. તેને હળવો તાવ છે, જેમાં સુધારો આવી રહ્યો છે. ડોક્ટર સંદીપ અગ્રવાલના નેતૃત્વમાં અનુભવી ડોક્ટર્સનું એક દળ પીડિતા પર નજર રાખી રહ્યાં છે.
નોંધનીય છે માસૂમ બાળકી સાથે બળાત્કારના વિરોધમાં દિલ્હીમાં બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે. એમ્સ બહાર અને આઇટીઓ પર દિલ્હી પોલીસના હેડક્વાર્ટર બહાર કેટાલક લોકો ઘરણા પર બેસેલા છે.












Click it and Unblock the Notifications
