અમિત શાહ સાથે કોઈ ડિલ નથી થઈ, ધરણા ચાલુ રહેશે-બજરંગ પુનિયા

દેશને ગૌરવ અપાવનારા પહેલવાનોને હજુ પણ પણ ન્યાય નથી મળ્યો. ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત થઈ હોવાની અફવા બાદ બજરંગ પુનિયાએ ધરણા ચાલુ રાખવાની વાત કરી છે. બજરંગ પુનિયાએ કહ્યું કે અમિત શાહ સાથે કોઈ ડિલ નથી થઈ અને તપાસ ચાલી રહી છે.

બેઠક બાદ વાત કરતા બજરંગ પુનિયાએ કહ્યું કે, બેઠકની વાત બહાર ન કરવા અમને કહેવાયુ છે. અમારી ગૃહમંત્રી સાથે કોઈ સેટિંગ થયુ નથી. અમે તેમને પુછ્યુ કે બ્રિજ ભુષણની ધરપકડ કેમ નથી થઈ?

bajaran puniya

મીડિયા સાથે વાત કરતા બજરંગ પુનિયાએ આગળ કહ્યું કે, હજુ આંદોલન પૂરું થયું નથી, ચાલુ રહેશે. અમે આગળ વધારવા રણનીતિ બનાવી રહ્યા છીએ. અફવાઓ ફેલાઈ રહી છે કે ગૃહમંત્રી સાથે પહેલવાનોએ ડિલ કરી છે અને વધુ વિરોધ કરવાનો કોઈ અર્થ નથી. પરંતુ ખેલાડીઓ સરકારની એ વાતથી સંતુષ્ટ નથી અને સરકાર અમારી માંગણીઓ સાથે સંમત નથી.

પહેલવાનો નોકરી પર પરત ફર્યા તેને લઈને બજરંગ પુનિયાએ જણાવ્યું કે, તેમણે નોકરીમાંથી રજા લીધી હતી અને જંતર-મંતરથી હટાવ્યા બાદ તે ઘરે પરત ફર્યા હતા. ત્યારથી અમે અમારી નોકરી પર પાછા ફર્યા નથી. અમે બધું દાવ પર લગાવી દીધું છે અને જો આ આંદોલનમાં અડચણ રૂપ બને તો સરકારી નોકરી છોડવા માટે તૈયાર છીએ. આ કોઈ મોટી વાત નથી.

બજરંગ પુનિયાએ આગળ કહ્યું કે, આ સન્માનની લડાઈ છે. અમે અફવાઓથી કે રેલવેની નોકરી ગુમાવવાથી નથી ડરતા. જો અમારા પર કોઈ પ્રેસર આવશે તો અમે છોડી દઈશું. 12 થી 13 મહિલાઓએ તેમને વ્યક્તિગત રીતે તેમની આપવીતિ જણાવી છે. તેમને ખાતરી અપાઈ હતી કે આરોપીઓ સામે એફઆઈઆર નોંધાવીશું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X