For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિમીનલ બેકગ્રાઉન્ડ ધરાવનારાઓને કોંગ્રેસમાંથી ટિકિટ મળશે નહી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rahul-gandhi
જયપુર, 17 મે: બે દિવસના રાજસ્થાન પ્રવાસ પર ગયેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ સાંસદ રાહુલ ગાંધીએ પોતાનું તીખુ વલણ બતાવ્યું હતું. સંમેલન બાદ કાર્યકર્તાઓ સાથે વાતચીતમાં કહ્યું હતું કે ચૂંટણી પહેલાં જ ટિકિટ વિતરણનું કામ પુરું કરવામાં આવશે અને અપરાધિક પ્રવૃતિ અને પાર્ટીની વિચારસણી વિરોધી લોકોને ટિકિટ આપવામાં આવશે નહી.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારી સમક્ષ પોતાની છબિ સારી બનાવશે ત્યારે જનતા આપણી ઉપર વિશ્વાસ કરશે. બીજી તરફ રાજસ્થાનમાં ચાલી રહેલી યોજનાઓની પ્રશંસા કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી અશોક ગેહલોતે સામાન્ય લોકોની સુવિધા આપવા માટે જે પ્રકારની યોજનાઓ શરૂ કરી છે. તેનાથી મને વિશ્વાસ છે કે આપણે રાજસ્થાનમાં ફરી ચૂંટણી જીતીશું. કાર્યકર્તાઓ સાથે વાતચીત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચૂંટણી પહેલાં ટિકિટ વિતરણનું કામ પતાવી દેવું જોઇએ અને આપરાધિક પ્રવૃતિ અને પાર્ટીની વિચારસણી વિરોધી લોકોને ટિકિટ મળવી જોઇએ નહી.

અત્રે ઉલ્લેખનીય છે કે કર્ણાટક ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચૂંટણીમાં અપરાધિક છબિવાળા લોકોને ટિકિટ નહી આપવામાં આવે, પરંતુ એવું નથી. ત્યારબાદ કોંગ્રેસની આ ભૂલ કર્ણાટકની ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રચાર કરવા માટે આવેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મજાક પણ ઉડાવી હતી. પરંતુ ચૂંટણીના પરિણામ જાહેર થતાં કર્ણાટક ચૂંટણીમાં જીતનો જશ રાહુલ ગાંધીને મળ્યો. ફરી એકવાર રાજસ્થાનમાં રાહુલ ગાંધીએ એ જ વાતનું પુનરાવર્તન કર્યું છે. હવે જોવાનું એ રહ્યું કે રાહુલ ગાંધીનો ટોટકો કામ કરશે કે નહી.

English summary
Rahul Gandhi said that Congress has a good chance of retaining power in Rajasthan, but it must avoid giving tickets to people with criminal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X