મોદીજી તમે સપના જોઈ રહ્યાં છો, કોઈ તાકત મને જાતિ જનગણના કરતા નહીં રોકી શકે, રાહુલ ગાંધીની નરેન્દ્ર મોદીને ચેલે
રાહુલ ગાંધી દેશમાં જાતિ જનગણના માટે સતત અવાજ બુલંદ કરી રહ્યાં છે. હવે તેમને ફરી એક વખત લલકાર કરતા નરેન્દ્ર મોદીને ખુલ્લો પડકાર આપ્યો છે.
પ્રયાગરાજમાં બંધારણ સન્માન સમારોહમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આ પછી રાહુલ ગાંધીએ PM મોદીને જાતિ ગણતરીને લઈને ફરીથી ખુલ્લો પડકાર ફેંક્યો છે.

રાહુલ ગાંધીએ પ્રયાગરાજમાં કહ્યું હતું કે અમારા માટે આ માત્ર વસ્તી ગણતરી નથી, અમારા માટે તે નીતિ નિર્માણનો પાયો છે. હવે એક પોસ્ટર પોસ્ટ કરતા રાહુલ ગાંધીએ પીએમ મોદીને પડકાર ફેંક્યો છે.
એક્સ એકાઉન્ટ પર પોસ્ટર શેર કરતા કોંગ્રેસે લખ્યું કે, સર્વેમાં દેશની માનસિક સ્થિતિ સામે આવી છે. દરેક વીતતા સમય સાથે જાતિની વસ્તી ગણતરીની માંગ વધી રહી છે. હવે 74% લોકો કહે છે કે જાતિની વસ્તી ગણતરી થવી જોઈએ. સમાજમાં કોની કેટલી વસ્તી છે? આ પ્રશ્નનો જવાબ આપીને જ દરેકની ભાગીદારી સુનિશ્ચિત કરી શકાશે.
કોંગ્રેસે કહ્યું કે, દેશની જનતાનો સ્પષ્ટ સંદેશ છે કે જાતિની વસ્તી ગણતરી કરો અને અમને અમારો અધિકાર આપો. જે બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તે જ પોસ્ટર ફરીથી પોસ્ટ કર્યું અને પીએમ મોદીને પડકાર ફેંકતા કહ્યું કે, મોદીજી, જો તમે જાતિ ગણતરી રોકવાનું વિચારી રહ્યા છો, તો તમે સપનું જોઈ રહ્યા છો, હવે કોઈ શક્તિ તેને રોકી શકશે નહીં.
मोदी जी, अगर आप जाति जनगणना को रोकने के बारे में सोच रहे हैं, तो आप सपना देख रहे हैं - कोई शक्ति अब इसे रोक नहीं सकती!
— Rahul Gandhi (@RahulGandhi) August 25, 2024
हिंदुस्तान का order आ चुका है - जल्द ही 90% भारतीय जाति जनगणना का समर्थन और मांग करेंगे।
Order अभी लागू कीजिए, या आप अगले प्रधानमंत्री को ये करते देखेंगे। https://t.co/995w5NI266
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ભારતનો આદેશ આવી ગયો છે, ટૂંક સમયમાં 90% ભારતીયો જાતિ ગણતરીનું સમર્થન કરશે અને માંગ કરશે. હવે આદેશનો અમલ કરો નહીં તો આગામી વડાપ્રધાનને આ કરતા જોશો.












Click it and Unblock the Notifications
