For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કબ્રસ્તાનમાં નથી જગ્યા, ઘરના બેડરૂમમાં દફનાવાય છે લાશ

|
Google Oneindia Gujarati News

ઇટાવા, 28 ઓક્ટોબરઃ સામાન્ય રીતે કોઇપણ ઘરમા જાઓ તો તમને ડ્રોઇંગરૂમમાં સોફા અને વચમા સેંટર ટેબલ જોવા મળે છે. બેડરૂમમાં એક પલંગ અને રસોડામાં વાસણો, પરંતુ ઇટાવાના ચકરનગર ગામના તકિયા વિસ્તારમાં લગભગ દરેક મુસલમાનના ઘરની હાલત કંઇક અલગ જ છે. અહીં સેંટર ટેબલના બદલે નાના-દાદાની કબરો જોવા મળશે, બેડરૂમની બાજુમાં કાકા-કાકીની કબર.

ચોંકશો નહીં, આગળ વધતા તમે ટોઇલેટ તરફ જતો તો ત્યાં પણ કોઇને કોઇની કબર જોવા મળશે. એવું નથી કે આ ગામની કોઇ પરંપરા છે, પરંતુ તેઓ આ મજબૂરીમાં આવીને કરે છે, કારણ કે જ્યારે તેમના ઘરમાં કોઇનું મોત થાય છે અને તેઓ તેમને દફનાવવા માટે કબરસ્તાનમાં લઇને જાય છે, ત્યારે ત્યાં તેમને દફનાવવા માટેની પરવાનગી મળતી નથી.

grave-in-house
આ હાલત ચકરનગર ગામના તકિયા વિસ્તારની છે, જે ઇટાવા શહેરથી માત્ર 35 કિમી દુર છે. જી હાં, મુલાયમ સિંહ યાદવ ઇટાવાના છે. મુલાયમ સિંહ જેના પુત્ર અખિલેશ મુસ્લિમ મતોના જોરે હાલના સમયે સીએમની ખુરશી પર બિરાજમાન છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા અહેવાલ અનુસાર તકિયાના સુલાહ અહમદ સહિત અનેક લોકોના ઘરોમાં કબરો બનેલી છે.

આ વિસ્તારમાં 250 મુસ્લિમો રહે છે, અધિકાંશ ઘરોમાં બાળકો કબરોની બાજુમાં ઉંઘે છે. ગામના નિવાસી મુખિયાર અલી અનુસાર બાળકો રાત્રે જાગી જાય છે અને રડવા લાગે છે, કારણ કે તેમના પલંગની બાજુમાં તેમની માતાની કબર તેમને માતાની યાદ અપાવે છે. સુલેમાને જણાવ્યું છે કે, તેમના ભાઇનું મોત ગયા વર્ષે થયું હતું, તેમના બાળકો આજ સુધી તેમના વાલિદના મોતના સદમામાંથી ઉભરી શક્યા નથી. તેનું સૌથી મોટું કારણ એ છે કે, ઘરના ડ્રોઇંગરૂમમાં જ કબર છે. આ કારણ છે કે છેલ્લા એક વર્ષથી ડ્રોઇંગરૂમમાં રાખેલું ટીવી ચાલું કરવામાં આવ્યું નથી.

આ અંગે ઇટાવાના ડીએમ પી ગુરુ પ્રસાદે કહ્યું છે કે, ચંદઇ ગામમાં કબરસ્તાન માટે એક જગ્યા સરકાર દ્વારા ચિન્હિત કરવામાં આવી છે, પરંતુ ચકરનગરના નિવાસીઓને તે મંજૂર નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે, સરકારે આ જમીન ત્યારે આપી જ્યારે અહીંના લોકો મુખ્યમંત્રી અખિલેશ યાદવને મળવા ગયા હતા. ગામમાં જે લોકો આ જમીનથી રાજી થઇ ગયા તેઓએ પોતાના પરિજનોની કબર ખોદીને શબ બહાર કાઢી નવા કબરસ્તાનમાં જઇને દફનાવ્યા, પરંતુ આવું કરનારા પરિવારો ઘણા ઓછા છે.

English summary
Muslims in Etawah of Uttar Pradesh struggled lot for graveyard. They buried dead at their home and on road.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X