નરેન્દ્ર મોદી લોકોમાં ભ્રમ પેદા કરે છે : જયરામ રમેશ
નવી દિલ્હી, 6 નવેમ્બર : કેન્દ્રના ગ્રામીણ અને વિકાસ પ્રધાન જયરામ રમેશે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી લોકોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. આ પહેલા પણ જયરામ રમેશે નરેન્દ્ર મોદીના દેવાલય પહેલા શૌચાલય અંગેના નિવેદન પર નિશાન તાક્યું હતું.
રમેશે એમ પણ જણાવ્યું કે કોંગ્રેસ એક વિશાળકાય હાથીની જેમ છે, જે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. બીજી તરફ ભાજપ ચાલાક શિયાળ જેવો છે. જે સૂંઘીને ઝડપથી આગળ વધી જાય છે.

રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીની તુલના કરતા જયરામ રમેશે જણાવ્યું કે જો નરેન્દ્ર મોદી આ વખતે લોકસભા ચૂંટણીઓમાં હારી ગયા તો ભવિષ્યમાં તેમનો પીએમ બનવાનો ચાન્સ રહેશે નહીં. જ્યારે રાહુલ હારશે તો પણ તેમના માટે ભવિષ્યમાં પીએમ બનવાના દ્વાર ખુલ્લા રહેશે.












Click it and Unblock the Notifications
