For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરિસ્સામાં 2 દિવસથી નથી આવ્યો કોરોનાનો એક પણ નવો કેસ

ઓરિસ્સામાં છેલ્લા 48 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી.

|
Google Oneindia Gujarati News

ઓરિસ્સામાં છેલ્લા 48 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી. આ સમયમાં તપાસ માટે મોકલવામાં આવેલા નમૂનામાંથી કોઈ પણ સેમ્પલ પૉઝિટીવ મળ્યો નથી. હાલમાં ઓરિસ્સામાં કોરોના પૉઝિટીવ કેસોની સંખ્યા 60 છે. આમાંથી 46 કેસ રાજધાની ક્ષેત્રવાળા ખુર્દા જિલ્લાના છે. રાજ્યમાં છેલ્લી વાર 14 એપ્રિલે કોરોના સંક્રમણના ચાર નવા કેસ સામે આવ્યા હતા.

naveen Patnaik

આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલ આંકડા અનુસાર ઓરિસ્સાએ અત્યાર સુધીમાં 7577 નમૂનાઓનુ પરીક્ષણ કર્યુ છે. જ્યાં 7517 નમૂના નેગેટીવ આવ્યા છે. વળી, એપ્રિલ સુધી કુલ 60 પૉઝિટીવ છે. છેલ્લા વાર 14 એપ્રિલે ચાર નવા કોરોના પૉઝિટીવ કેસ સામે આવ્યા છે. વિભાગે કહ્યુ કે ગુરુવારે કુલ 843 નમૂનાઓની તપાસ કરવામાં આવી જ્યારે બુધવારે 1197 કેસોની તપાસ કરવામાં આવી હતી જેમના રિપોર્ટ નેગેટીવ હતા.

રાજ્યમાં કુલ કોરોના પૉઝિટીવ કેસોમાંથી 19 દર્દી રિકવર થઈ ચૂક્યા છે જ્યારે એકનુ મોત થઈ ગયુ છે. રાજ્યમાં હાલમાં 40 સક્રિય કેસ છે. રાજ્ય સરકારે બધા જિલ્લામાં સામાજિક સ્તરે ઝડપથી તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વિકાસ અધિકારી સુરેશચંદ્ર મોહપાત્રાએ કહ્યુ કે સરકાર આવનારા તદિવસોમાં વધુને વદુ તપાસ કરશે. તમને જણાવી દઈએ કે દેશમાં સૌથી પહેલા ઓરિસ્સાએ લૉકડાઉનની ઘોષણા કરી હતી. ઓરિસ્સા સરકારે 22 માર્ચથી જ આખા રાજ્યમાં લૉકડાઉન ઘોષિત કરી દીધુ હતુ જ્યારે એ દિવસ સુધી અમારા રાજ્યમાં માત્ર એક કોરોના દર્દી હતો.

ઓરિસ્સા સરકારે કોવિડ-19 દર્દીઓના ઈલાજ માટે 1000 બેડની વિશેષ કોવિડ હોસ્પિટલ બનાવી હતી. એટલુ જ નહિ ઓરિસ્સા સરકારે 12 માર્ચે એક સેલ્ફ રજિસ્ટ્રેશન પોર્ટલ બનાવ્યુ. જ્યાં 4 માર્ચ બાદ બહારથી આવતા લોકોને રજિસ્ટર કરવાના હતા. જો રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા જોવામાં આવે તો ખુર્દા જિલ્લામાં 46, ભદ્રકમાં 3, સુંદરગઢમાં કેન્દ્રપાડા, કાલાહાંડી, જાજપુરમાં 2-2 કેસ મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી એક દર્દીનુ કોરોના સંક્રમણથી મોત થયુ છે.

આ પણ વાંચોઃ ગુજરાતઃ 92 વર્ષના રજાકભાઈથી હાર્યો કોરોના, 20 દિવસ બાદ રિકવર થઈને ઘરે આવ્યાઆ પણ વાંચોઃ ગુજરાતઃ 92 વર્ષના રજાકભાઈથી હાર્યો કોરોના, 20 દિવસ બાદ રિકવર થઈને ઘરે આવ્યા

English summary
No new coronavirus positive cases in Odisha in last 48 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X