For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ બનાવી અલગ સંરક્ષણ નીતિ, હવે કોઈ આપણને બૉર્ડર પર પડકારી નહિ શકેઃ અમિત શાહ

અમિત શાહે કહ્યુ કે કોઈ પણ ભારતની સીમાઓ અને તેની સંપ્રભુતાને પડકારી નહિ શકે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી બન્યા બાદ ભારત માટે અલગ સંરક્ષણ નીતિ તૈયાર કરી છે. ત્યારબાદ કોઈ પણ ભારતની સીમાઓ અને તેની સંપ્રભુતાને પડકારી નહિ શકે. શાહે કહ્યુ કે 2014માં નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા એ પહેલા કોઈ અલગ સંરક્ષણ નીતિ નહોતી. મોદીએ આના માટે પહેલ કરી અને તેના કારણે જ આજે કોઈ પણ ભારતીય સંપ્રભુતાને પડકારી નથી શકતુ. શનિવારે સીમા સુરક્ષા બળ(બીએસએફ)ના 18માં અલંકરણ સમારંભમાં બોલતા અમિત શાહે આ કહ્યુ છે.

amit shah

અમિત શાહે કહ્યુ કે પીએમ મોદીની લીડરશિપમાં આપણી એક સ્વતંત્ર સંરક્ષણ નીતિ છે. જે હેઠળ જેણે આપણી સંપ્રભુતાને લલકારી તેને એની ભાષામાં જવાબ આપવામાં આવે છે. આજે ભારત કોઈની સામે ઝૂકતુ નથી પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને સર્વોપરિ માનીને પડકારનો સામનો કરે છે. તેમણે કહ્યુ કે આજે ઘૂસણખોરી, માનવ તસ્કરી, ગૌ તસ્કરી, હથિયારોની તસ્કરી અને ડ્રોન જેવા પડકારો છે પરંતુ મને પેરામિલિટરી પર પૂરો વિશ્વાસ છે કે તે બધા પડકારોને પાર સીમા સુરક્ષાને સુનિશ્ચિત કરશે. સીમા સુરક્ષાના કામમાં લાગેલા બીએસએફ અને બધા પેરામિલિટરી ફોર્સના કારણે આજે ભારત વિશ્વના નક્શા પર પોતાનુ ગૌરવમય સ્થાન જાળવી રહ્યુ છે.

અમિત શાહ વધુમાં કહ્યુ કે હું એ લોકોને સલામ કરુ છુ જેમણે સર્વોચ્ચ બલિદાન આપ્યા છે કારણકે આખો દેશ જાણે છે કે તમે સજાગ બનીને દેશની સીમાઓની સુરક્ષા કરી રહ્યા છો, આના કારણે દેશ લોકતંત્રને અપનાવીને વિકાસના રસ્તે આગળ વધી રહ્યો છે. શાહે કહ્યુ કે જે દેશની સીમાઓ સુરક્ષિત હોય, તે દેશ સુરક્ષિત છે. તમે જોયુ કે ડ્રોન મોકલી રહ્યા છે. સુરંગો બનાવવામાં આવી પરંતુ આપણે આ પડકારો માટે તૈયાર છે. દેશ વિરુદ્ધ કરવામાં આવી રહેલ દરેક ષડયંત્રનો જવાબ આપવામાં આવી રહ્યો છે. તેમની ટીમ સુરંગો શોધીને બધુ એનાલિસિસ કરે કે સુરંગ કેટલા દિવસ પહેલા બની હશે, કેટલા લોકો ઘૂસ્યા હશે, એ શોધીને જલ્દીમાં જલ્દીમાં વળતો જવાબ આપવામાં આવે છે.

English summary
No one can challenge our borders now because PM narendra Modi gave India a defence policy: Amit Shah
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X