For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનને ગૃહમંત્રીનો કડક સંદેશ- 'ભારતને કોઇ ધમકી ના આપી શકે'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 ઓક્ટોબર: અરૂણાચલ પ્રદેશમાં સીમા સડક બનાવવાની સરકારની યોજના પર ચીન તરફથી કડક પ્રતિક્રિયા આવવા પર ગૃહમંત્રી રાજનાથ સિંહે તેને એ કહેતા કડક સંદેશ આપ્યો છે કે કોઇ પણ ભારતને ચેતવણી ના આપી શકે. તેમણે હરિયાણાના માનેસરમાં એક કાર્યક્રમ હેઠળ પત્રકારોને જણાવ્યું કે આજે કોઇ પણ ભારતને ચેતવણી ના આપી શકે. આપણો દેશ ખૂબ જ મજબૂત છે.

આ પહેલા ચીને અરૂણાચલ પ્રદેશમાં મેકમોહન રેખાની સાથે રસ્તો બનાવવાની ભારતની યોજના પર કડક પ્રતિક્રિયા આપી હતી. તેણે આશા વ્યક્ત કરી છે કે જ્યાં સુધી સરહદ મુદ્દો ઉકેલાઇ ના જાય ત્યાં સુધી ભારત સ્થિતિને જટિલ બનાવવાની કોઇ કાર્યવાહી ના કરે.

rajnath
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હોંગ લીએ બુધવારે મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું કે ભારત અને ચીનની વચ્ચે પૂર્વ સીમા પર વિવાદ ઔપનિવેશિક અતીતની દેન છે અને બંને દેશોને આ મુદ્દે યોગ્ય રીતે નિપટવું પડશે. તેમણે જણાવ્યું કે અમને સંયુક્ત રીતે શાંતિ અને સૌહાર્દની સાથે સીમા ક્ષેત્રની રક્ષા કરતા વિવાદના નિપટારા માટે અનુકુળ પરિસ્થિતિઓ તૈયાર કરવી જોઇએ.

rajnath
હોંગ લી ભારતીય વિદેશ રાજ્ય મંત્રી કિરણ રિજીજૂના એ નિવેદન પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જેમાં તેમણે જણાવ્યું હતું કે ભારતની યોજના આંતરરાષ્ટ્રીય સરહદની સાથે તવાંગમાં માગો-થિંગ્બૂથી લઇને અરૂણાચલના ચાંગલાંગ જિલ્લાના વિજયનગર સુધી માર્ગ નેટરવર્ક બનાવવાવાની છે.

ભારતે આ યોજના ચીનના તીબ્બતમાં સડક, રેલવે અને હવાઇ નેટવર્કના વિસ્તાર બાદ બનાવી છે. ચીને તિબ્બત ક્ષેત્રમાં પાંચ નવા એરપોર્ટ પણ તૈયાર કર્યા છે. એટલું જ નહીં, તેનું રેલ નેટવર્ક સિક્કમની સીમા સુધી પહોંચી ગયું છે.

English summary
No country can warn India: Rajnath Singh in tough message to China.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X