USISPF લીડરશિપ સમિટમાં પીએમ મોદીનું સંબોધન, જાણો મહત્વપૂર્ણ વાતો
USISPF લીડરશિપ સમિટમાં પીએમ મોદીનું સંબોધન, જાણો મહત્વપૂર્ણ વાતો
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુરુવારે યૂીએસ ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમના ત્રીજા વાર્ષિક લીડરશિપ સંમેલનને સંબોધિત કર્યું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારત પહેલા એવો દેશ હતો જેણે સૌથી પહેલા માસ્કનો ઉપયોગ અને ફેસ કવર લગાવવાને એક હેલ્થ મેઝરની જેમ લીધું. અમે સૌથી પહેલા સોશિયલ ડિસ્ટેન્સિંગ માટે પબ્લિક અવેરનેસ કેમ્પ ચલાવ્યા હતા. આવો જાણીએ પીએમ નરેન્દ્ર મોદીના સંબોધનની કેટલીક મહત્વની વાતો.

- USISPF વિવિધતાથી ભરેલા લોકોને એક સાથે લઈને આવ્યું, તેનું કામ પ્રશંસનીય છે
- વર્તમાન સ્થિતિ એક નવી માનસિકતાની માંગ કરે છે. એક માનસિકતા જેનો દ્રષ્ટિકોણ વિકાસ માટે માનવ કેન્દ્રિત હોય.
- ભારત પહેલો એવો દેશ હતો જેણે સૌથી પહેલા માસ્કનો ઉપયોગ અને ફેસ કવર લગાવવાને એક હેલ્થ મેઝર તરીકે જોયું. અમે સૌથી પહેલા સોશિયલ ડિસ્ટેન્સિંગ માટે લોકોમાં અવેરનેસ કેમ્પ ચલાવ્યા હતા.
- આખા કોરોના પીરિયડ દરમ્યાલ લૉકડાઉનના સમયે ભારત સરકારનો એક જ ઉદ્દેશ્ય હતો- ગરીબોની રક્ષા કરવી. પીએમ ગરીબ કલ્યાણ યોજના આખા વિશ્વની સૌથી મોટી સમર્થન પ્રણાલી છે. જે અંતર્ગત 800 મિલિયન લોકો સુધી અનાજ પહોંચાડવામાં આવ્યું.
- USISPF કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં કોરોનાનો રિકવરી રેટ પણ સતત તેજીથી વધી રહ્યો છે. આપણી બિઝનેસ કોમ્યૂનિટી પણ સારું કામ કરી રહી છે. આપણે બધા દુનિયાના બીજા સૌથી મોટા પીપીઈ કિટના નિર્માતા છીએ.
- પીએમ મોદીએ કહ્યું કે જાન્યુઆરીમાં આપણી પાસે કોરોનાની 1 ટેસ્ટિંગ લેબ હતી, અત્યાર દેશભરમાં 1600 ટેસ્ટિંગ લેબ છે. આપણે ત્યાં ડેથ રેટ દુનિયાભરના મુકાબલે ઘણો ઓછો છે.
- જ્યારે 2020 શરૂ થઈ રહ્યું હતું તો કોઈએ વિચાર્યું નહિ હોય કે આવી મહામારી આવશે.
- મહામારીએ કેટલીય ચીજોને પ્રભાવિત કરી છે, પરંતુ ભારતના લોકોની આકાંક્ષાઓને આ પ્રભાવિત ના કરી શકી.
- ભારતમાં 80 કરોડ લોકોને ફ્રીમાં અનાજ આપવામાં આવી રહ્યું છે. ફ્રી કુકિંગ ગેસ 80 મિલિયન લોકોને આપવામાં આવી રહ્યું છે.
- પાછલા કેટલાક મહિનામાં ભારતે કોરોના ઉપરાંત 2-2 ચક્રવાત, પૂર અને તીડના હુમલા પણ ઝેલ્યા છે.
- હાલના મહિનામાં ઘણા સુધારા થયા છે. જેનાથી બિઝનેસને આસાન બનાવ્યા છે. વિશ્વના સૌથી મોટા હાઉસિંગ પ્રોગ્રામ પર કામ ચાલુ છે. રેલવે, રોડ અને એ કનેક્ટિવિટીને વધારવામાં આવી રહી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં ઘણું કામ થઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
