For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેક્સીનેશન વિના નહિ મળે પેટ્રોલ, ગેસ અને રાશન, અહીં લાગુ થયો આ નિયમ

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં જિલ્લા પ્રશાસને 100 ટકા કોવિડ રસીકરણનુ લક્ષ્ય મેળવવા માટે કઠોર નિર્ણય લીધો છે.

|
Google Oneindia Gujarati News

ઔરંગાબાદઃ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં જિલ્લા પ્રશાસને 100 ટકા કોવિડ રસીકરણનુ લક્ષ્ય મેળવવા માટે કઠોર નિર્ણય લીધો છે. જે હેઠળ જે લોકોએ કોરોના વેક્સીનનો એક પણ ડોઝ હજુ સુધી ન લીધો હયો તેમણે પેટ્રોલ, ગેસ કે રાશન નહિ મળે. સાથે જ જિલ્લા પર્યટન સ્થળોમાં પણ પ્રવેશ નહિ આપવામાં આવે અને રાજ્ય અને જિલ્લાની અંદર આવા લોકોની યાત્રા પર પણ પ્રતિબંધ રહેશે. ઔરંગાબાદ જિલ્લા પ્રશાસને આદેશ જાહેર કરીને પર્યટન સ્થળો પર સ્થિત હોટલ, રિસૉર્ટ અને દુકાનો પર બધા કામદારો માટે રસીકરણ અનિવાર્ય કરી દીધુ છે. જિલ્લા પ્રશાસને આ નિયમ 9 નવેમ્બરથી પ્રભાવી કરી દીધો છે.

corona

26મા નંબરે ઔરંગાબાદ

કોવિડ સામે રસીકરણના કેસમાં ઔરંગાબાદ રાજ્યમાં 26માં નંબરે છે. જનપદમાં કોવિડ રસીકરણની ધીમી ગતિને લઈને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જિલ્લા પ્રશાસનને તત્કાલ કાર્યવાહી માટે નિર્દેશ આપ્યા છે. વળી, રાજ્યમાં રસીકરણની ધીમી ગતિ પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ ચિંતા વ્યક્ત કરી છે. સીએમ ઠાકરેએ અધિકારીઓને 30 નવેમ્બર સુધી 100 ટકા રસીકરણ લક્ષ્ય મેળવવાના નિર્દેશ આપ્યા છે.

રસીકરણની ગતિ તેજ

મહારાષ્ટ્રમાં કોરોના સામે રસીકરણનો સરેરાશ દર 74 ટકા છે. વળી, ઔરંગાબાદમાં યોગ્ય વસ્તીના માત્ર 55 ટકાને જ ઓછામાં ઓછો એક ડોઝ રસીને લગાવવામાં આવ્યો છે જ્યારે જિલ્લાની 23 ટકા વસ્તીને જ વેક્સીનના બંને ડોઝ લગાવવામાં આવ્યા છે. તહેવારની સિઝન વચ્ચે કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને જોતા રસીકરણની ગતિ તેજ થઈ ગઈ છે.

પર્યટન સ્થળો પર નો એન્ટ્રી

આદેશ અનુસાર 18 વર્ષથી વધુ ઉંમરના એ લોકો જેમણે વેક્સીનનો પહેલો ડોઝ નથી લીધો કે પછી જેમણે પાત્ર હોવા છતાં બીજો ડોઝ નથી લીધો તેમને બીબી કા મકબરા, અજંતા ઈલોકની ગુફાઓ, દોલતાબાદનો કિલ્લો જેવા પર્યટન સ્થળોએ પ્રવેશની અનુમતિ આપવામાં આવશે નહિ.

English summary
No petrol gas or ration for unvaccinated people in Aurangabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X