સતત વરસાદથી છેલ્લા 3 દિવસમાં 134ના મોત, આ રાજ્યના 28 જિલ્લાઓમાં એલર્ટ
છેલ્લા થોડા દિવસોથી થઈ રહેલા સતત વરસાદના કારણે દેશમાં 134 લોકોના મોત નીપજ્યા છે.
છેલ્લા થોડા દિવસોથી થઈ રહેલા સતત વરસાદના કારણે દેશમાં 134 લોકોના મોત નીપજ્યા છે. આખા દેશમાં છેલ્લા ત્રણ દિવસની અંદર 134 લોકોના મૃત્યુ થઈ ગયા છે જેમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશના લોકો છે. એકલા ઉત્તર પ્રદેશ અને બિહારમાં 127 લોકોના મોત થઈ ગયા છે. ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત છે. ઘણી ટ્રેનોના સંચાલનને રદ કરવુ પડ્યુ છે. લગભગ 22 ટ્રેનોને ભારે વરસાદને કારણે રદ કરવામાં આવી છે.

સૌથી લાંબુ ચોમાસુ
ચોમાસાના કારણે થઈ રહેલા સતત વરસાદના કારણે લોકોનુ જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયુ છે. હવામાન વિભાગની માનીએ તો આગામી પાંચ દિવસો સુધી દેશમાં વરસાદ ચાલુ રહેશે. ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ એમ મોહપાત્રાએ રવિવારે જણાવ્યુ કે આ વર્ષે ચોમાસુ સામાન્યથી વધુ રહેશે. તે ઓક્ટોબરના બીજા સપ્તાહ સુધી ચાલુ રહેશે. વર્ષ 1960 બાદ આ પહેલી વાર છે જ્યારે ચોમાસુ ઓક્ટોબરના બીજા સપ્તાહ સુધી ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે ચોમાસુ સામાન્ય રીતે 1 જૂનથી શરૂ થાય છે અને 30 સપ્ટેમ્બર સુધી ખતમ થઈ જાય છે પરંતુ આ વખતે ચોમાસુ લગભગ બે સપ્તાહ વધુ રહેશે.

યુપીના હાલ બેહાલ
ઉત્તર પ્રદેશમાં અધિકૃત આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં અલગ અલગ ઘટનાઓમાં વરસાદના કારણે 20 લોકોના મોત નીપજ્યા છે. જેના કારણે છેલ્લા ત્રણ દિવસોમાં મૃતકોનો આંકડો 93 સુધી પહોંચી ગયો છે. રાજ્યના હવામાન વિભાગ અનુસાર ગંગા નદીનુ પાણી સામાન્ય સ્તરથી વધુ છે. અહીં ગાજીપુર, બલિયા જિલ્લામાં ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યુ છે. જ્યારે કુઆનો નદી ગોંડા જિલ્લામાં ખતરાના નિશાનથી ઉપર છે. ઉત્તર પ્રદેશના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિશ્નર જીએસ પ્રિયદર્શીનીએ કહ્યુ કે 28 જિલ્લાઓમાં પૂરની ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે.

બિહારમાં 23ના મોત
બિહારમાં વરસાદના કારણે 23 લોકોના મોત થઈ ગયા છે. પટના, ભાગલપુર, કૈમૂર જિલ્લા છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પ્રભાવિત થયા છે. પટનામાં રવિવારે 152 મિલીમીટર વરસાદ થયો. સરકારી હોસ્પિટલ અને સરકારી બિલ્ડિંગ અને નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયુ છે. પૂર્વ ભારતમાં સતત વરસાદનો કહેર ચાલુ છે. અત્યાર સુધી ભારે વરસાદના કારણે કુલ 134 લોકોના મોત નીપજ્યા છે. મુખ્યમંત્રી નિતિશ કુમારે રવિવારે પૂર પ્રભાવિત જિલ્લાઓના ડીએમ સાથે બેઠક કરી અને સ્થિતિ વિશે માહિતી મેળવી સાથે જ તમામ અધિકારીઓને દરેક સંભવ રાહત અને મદદ પૂરી પાડવા માટે કહ્યુ.












Click it and Unblock the Notifications
