રાજ્યસભામાં ગૃહ મંત્રાલયનો જવાબ- ખેડૂતોને રોકવા માટે રસ્તો નથી ખોદ્યો
રાજ્યસભામાં ગૃહ મંત્રાલયનો જવાબ- ખેડૂતોને રોકવા માટે રસ્તો નથી ખોદ્યો
26 જાન્યુઆરીએ દેશની રાજધાની દિલ્હીમાં થયેલી હિંસા બાદ પોલીસે સખ્તાઈ દેખાડતાં આંદોલનકારી ખેડૂતોને રોકવા માટે બોર્ડર વાળા વિસ્તારોના રસ્તાઓ પર લોખંડની ખિલ્લીઓ ભોંકી દીધી હતી. સરકારની આ કાર્યવાહીની ટીકા પણ થઈ હતી. વિપક્ષે સરકારને ઘેરતા કહ્યું હતું કે આ સરકાર ખેડૂતોના પગમાં ખિલ્લીઓ ભોંકવાનું કામ કરી રહી છે. હવે આને લઈ સરકારે સંસદમાં સફાઈ આપી છે. બુધવારે ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કહ્યું કે 26 જાન્યુઆરીની ઘટના ફરીથી ના બનવી જોઈએ તેવી સરકારની કોશિશ હતી. એવામાં દિલ્હી પોલીસે આ કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત જી કિશન રેડ્ડીએ કહ્યું કે દિલ્હી પોલીસે સરકારને ઈન્ફોર્મેશન આપી હતી કે બોર્ડરના વિસ્તારોમાં ખેડૂતોને રોકવા માટે રસ્તા નથી ખોદાયા. જણાવી દઈએ કે તે સમયે પોલીસ પર ખેડૂતોને રોકવા માટે રસ્તા ખોદ્યા હોવાનો આરોપ લાગ્યો હતો. જી કિશન રેડ્ડીએ કહ્યું કે, દિલ્હી પોલીસે જાણકારી આપી છે કે ખેડૂત આંદોલનના મુદ્દે શહેરની સીમાઓ પર કોઈપણ પ્રકારનું ખોદકામ નથી થયું.
ગૃહ રાજ્યમંત્રીએ આગળ જણાવ્યું કે દિલ્હી પોલીસે 26 જાન્યુઆરીની હિંસા બાદ સાઈબર ક્રાઈમ સહિત વિવિધ કાયદાની કલમોનો ઉલ્લંઘન કરવા મામલે 38 સામે કેસ નોંધ્યા હતા. જી કિશન રેડ્ડીએ કહ્યું કે 40 ખેડૂત યૂનિયનનું પ્રતિનિધિત્વ કરનાર સંયુક્ત કિસાન મોર્ચાને નક્કી રૂટ પર ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ નિયમોનો ઉલ્લંઘન કરતાં તે સમયે પ્રદર્શનકારીઓએ હંગામો મચાવ્યો હતો.












Click it and Unblock the Notifications
