For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેવ પાર્ટીમાં દારૂની મહેફિલ, 192 છોકરા-છોકરીઓની ધરપકડ

દિલ્હી નજીક આવેલા નોઈડામાં પોલીસે મોડી રાત્રે ચાલી રહેલી રેવ પાર્ટીમાં પોલીસે છાપો માર્યો.

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

દિલ્હી નજીક આવેલા નોઈડામાં પોલીસે મોડી રાત્રે ચાલી રહેલી રેવ પાર્ટીમાં પોલીસે છાપો માર્યો. નોઈડાના એક ફાર્મ હાઉસમાં ચાલી રહેલી રેવ પાર્ટીમાં પોલીસે છાપો મારીને 192 છોકરા-છોકરીઓની ધરપકડ કરી, જેમાં 161 છોકરાઓ અને 31 છોકરીઓની ધરપકડ થઇ છે. પોલીસે જણાવ્યું કે પકડવામાં આવેલા બધા જ છોકરા-છોકરીઓ દિલ્હીના રહેવાસી છે.

rave party

પોલીસ અનુસાર રેવ પાર્ટી કોઈ પણ પરમિશન વિના થઇ રહી હતી. પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. નોઈડાના એક્સપ્રેસ વે પાસે ફાર્મ હાઉસમાં રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસને જેવી આ બાબતે સૂચના મળી ત્યારે પોલીસની ચાર ટીમ જગ્યા પર પહોંચી ગઈ અને તેમને ત્યાં નશામાં ધૂત છોકરા-છોકરીઓની ધરપકડ કરી.

પોલીસે આ મામલે ફાર્મ હાઉસના માલિક અમિત ત્યાગીની પણ ધરપકડ કરી છે. પોલીસે આ રેવ પાર્ટીથી કુલ 192 લોકોની ધરપકડ કરી છે, જેમાં 161 છોકરાઓ અને 31 છોકરીઓ શામિલ છે. પોલીસે અનુસાર તેમને ખુબ જ વધારે દારૂ પીધો હતો અને બીજા અલગ અલગ પ્રકારના નશા પણ કરવામાં આવી રહ્યા હતા.

આ પણ વાંચો: રિસોર્ટમાં ચાલતી હતી Rave Party અને પોલીસે માર્યો છાપો

English summary
At least 192 youth were held by the Noida police after they raided a rave party on Saturday night
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X